________________
આઝાદીની ઉષા નેતાઓને ચરણસ્પર્શ કરવા માટે એ આવ્યાં હતાં. નેતાજીએ એમને ઉઠાડીને ઊભાં કર્યા અને માથું નમાવીને એમની પાસેથી આશીર્વાદ માગ્યા. ડેસીમાને એમણે “મા” કહીને બોલાવ્યા. પાછળથી જ્યારે એમણે અમને કલકત્તામાં વસતાં એમનાં પોતાનાં માયાળુ અને સ્નેહાળ મા વિષે વાત કરી ત્યારે અમારી સૌની ભાંખો ભીની થઈ ગઈ
માઈકમાં બોલતી વખતે નેતાજી ટટ્ટાર ઊભા રહે છે. હાથના ચાળા તે એ કરતા જ નથી. વક્તત્વનાં નખરાં એમને ગમતાં નથી. શાંત, સ્વસ્થ અને દૃઢ અવાજે, એ ફક્ત લીલ જ કર્યા કરે છે. એવી રીતે કે સાંભળનાર સૌને એમ જ લાગે કે નેતાજી મારા એકલાની જ સાથે વાત કરી રહ્યા છે. નાટકી અભિનમ તે કદી જ નથી કરતા. બેલતા હોય ત્યારે ન તે પાણીને એક ઘૂંટડે પણ પીએ, કે ન તે કોઈ પંખે નાખવા એમને જોઇએ, કે ન જોઈએ કઈ કાગળની કાપલી સુહાં, ભાવણની નોંધથી યાદદાસ્તને તાજી કરવા માટે. એ તે તમારી સન્મુખ જાણે તમારા પિતાજી ઊભા હોય એમ ઊભા રહે. તમારા અંતર સાથે વાત કરે, દલીલ કરે, સમજાવે, તમારામાં પડેલી સવૃત્તિએને પંપાળી પંપાળને બહાર લાવે. એમને સાંભળ્યા પછી તમને એમ જ . લાગે કે એમની સાથે સહકાર ન કરો, અથવા એ જે તમારી પાસેથી માગી રહ્યા છે એ આપવાનો ઇનકાર કરે એના જેવી બીજી કોઈ કાયરતા, સ્વાર્થોધતા કે સમાજ-વિધિતા છે જ નહિ. નેતાજી જાણે કેાઈ જાદુગર જ છે... અલબત્ત, જાદુગરના ધતિ એ નથી કરતા, પણ એમની અસર તે એવી જ. ઉચ મંચ ઉપરથી એમને અવાજ રણકી રહ્યો હતઃ
દરેક પ્રકારના ભય અને જોખમોથી ભરેલી એવી એપ કરવા માટે છે મારું વતન અને ઘર બન્નેને શા માટે ત્યાગ કર્યો એ હું તમને આજે હૈયું ખોલીને કહી દેવા માગું છું. મને બ્રિટિશ રંગમાં રાખવામાં આવ્યો હત– સલામત. ત્યાં મેં શાંતિપૂર્વક નિશ્ચય કરી નાખે કે બ્રિટનના સકંજામાંથી ગમે તે જોખમ ખેડીને પણ સટકી જવું. કારાવાસ મારા માટે કોઈ નવી ચીજ નહેતી. એ પહેલાં દશ વખત હું જેલમાં રહી આવ્યું હતું. એટલે ત્યાં હું રહો હત મારા માટે અંગત રીતે તે એ પ્રમાણમાં ઘણું જ વધારે સક્ષમત અને સહેલું હતું. પણ મને લાગ્યું કે હિંદની આઝાદીને મારી જરૂર છે. હિંદની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com