________________
જય હિન્દ પી.ને ધીમો તાવ આવે છે. કોઈ ડોકટરને બોલાવી એમનું લોહી તપાસાવવું પડશે અને જોવું પડશે કે શેને તાવ છે. પી. કહે છે કે બીજા કોઈ રોગ કરતાં મેલેરીઆને ભયંકર શાપ હિંદીઓને વધુ ભોગ લે છે.
આઝાદીની ઉષા
જૂન ૧૦, ૧૯૩ સખી, આજની ઘડી રળિયામણું. સુભાષબાબુ કિયે પહોંચી ગયા. સબમરીનમાં એ આવ્યા. સાથે એક મુસલમાન ભાઈ છે. નામ શ્રી. હસન. ટોકિએ એમનું ધામધૂમથી સામૈયું કર્યું. હિંદ બહારના તમામ હિન્દીઓના અગ્રણીનું, બ્રિટિશ શાહીવાદની પ્રચંડ શકિતને વારંવાર પડકારનાર એક કાતિવાદીને શેભે એવું સામૈયું કર્યું. શ્રી. સુભાષબાબુને આ વાતથી વિગતવાર વાકેફ કરી દેવા માટે અમારા કેટલાએક આગેવાને ટોકિયા ગયા છે.
અખબારે જેમેં સુભાષબાબુએ જે નિવેદન આપ્યું છે તે મહત્વનું છેઃ ગયા વિશ્વયુદ્ધ દરમિયાન અમારા નેતાઓને કપટમૂર્તિ બ્રિટિશ મુત્સદ્દીઓએ
દીધું હતુંએટલા માટે, આજથી વીસ વર્ષ પહેલાં, અમે પ્રતિજ્ઞા લીધી કે હવે એમનાથી છેતરાવું નથી જ.
“વીશ વરસ થયાં મારી પેઢી આઝાદી માટે મથી રહી છે. આજની ઘડીની એ વીશ વરસ થયાં આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરી રહી હતી આજની આ ઘડીની, જે હિંદી પ્રજા માટે સ્વાધીનતાની ઉષાની મંગળ ઘડી છે.
આવી ઘડી સો વરસે ય ફરી સાંપડવાની નથી એમ અમારું અંતર પુકારી પુકારીને કહે છે. એટલે અમે સંકલ્પ કર્યો છે કે આ ઘડીને સંપૂર્ણ સદુપયોગ કરી છૂટવું.
“બ્રિટિશ શાહીવાદે હિંદમાં શું સર્યું છે? નૈતિક અધઃપાત, આર્થિક કંગાલિયત અને રાજકીય પરાધીનતા.
આઝાદીની કિંમત અમારા શાણિતથી ચૂકવી દેવાનો અમારો ધર્મ છે. અમારી પોતાની કુરબાની અને કાશિથી જે સ્વાતંત્ર્ય અને પ્રાપ્ત કરીશું તે અમે અમારા પિતાના સામર્થ્યથી જ સુરક્ષિત રાખી શકીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com