________________
ભભૂક્તી જવાળા
મા , ૧૯. આવતે મહિને આખાયે પૂર્વ એશિયાના સંઘના પ્રતિનિધિઓની એક પરિષદ નાનમાં ભરાવાની છે. શ્રી. રાસબિહારીએ માગેલી ખોળાથરીઓ આપવાનું જાપાનીઓનું મન નથી દેખાતું. પણ એક કામચલાઉ સમાધાન ઉપર આવવા તેઓ કબૂલ થયા છે. શ્રી. સુભાષ બેઝને અહીં તેડાવવામાં આવશે. લીગનું અધ્યક્ષપદ શ્રી. રાસબિહારી તેમને સંપશે. દરમ્યાન, બધું જેમ છે તેમ ચાલ્યા કરશે. •
શ્રી. આર. ઉપરથી હવે બધા જ પ્રતિબંધ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. રાજીનામાના પ્રશ્નને જાપાનીઓએ પિતાની ઈજજતનો પ્રશ્ન બનાવી મૂકે હતે. શ્રી. રાસબિહારીએ એ બાબત નમતું આપ્યું અને શ્રી આર. રાજીનામું આપીને છુટા થયા. એમનું સ્થાન કોણ લેશે ? મલાયાશાખાનું અધ્યક્ષપદ જાપલાઓના કોઈ હજૂરિયાને મળે એ અમે મલાયાવાસી હિન્દી સાંખી નહિ લઈએ.
શ્રી. આર. ના રાજીનામાએ અમારામાંના ઘણુંખરાની આંખ ઉઘાડી છે. કેટલા સરસ માણસ મલાયાના હિંદીઓમાં કેટલું આદરણીય એમનું સ્થાન ! એમણે રાજીનામું આપતી વેળાએ મૌખિક સંદેશ આપ્યોઃ
આપણી સંરકૃતિ ફક્ત બાહ્ય દેખાવ પૂરતી નથી કે નથી આપણે સાંસ્કારિક વારસો જંગાલિયતને. આદમખેરેની ક્રૂરતા કે ગુલામેની માનસિક અધમતાથી આપણે આઝાદી હાંસલ નથી કરી શકવાના. અધમતા અને સ્વાર્થ એ બેથી આપણે છેટા રહેવાનું છે. આપણે કોઈ અવર પ્રજાની કદમબેસી કરવાના નથી; કે નથી આપણે નિર્બળાને પગ નીચે કચડવાના. આપણે તે ધર્મને જ વળગી રહીશું. માતૃભૂમિની મુક્તિનો માર્ગ એ છે. હું હમેશા મારા અંતરે રવીકારેલ સિદ્ધાન્તને જ અનસર્યો છું. જાતને માટે મેં કશું યે વાંચ્યું નથી. આપણે શોધી રહ્યા છીએ-ક્ત એક આઝાદીને આપણું કુરબાનીનું વજન ઉમેરાતાં, સિદ્ધિનું પલ્લું આપણી તરફ જ ઢળવાનું છે. આ છે મારી શ્રદ્ધા. એ શ્રદ્ધા જ મને, મારી ફરજિયાત નિયિતાના આ સમયમાં ટકાવી રાખશે. વિજય આપણે છે.”
૨૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com