________________
ભભૂતી જ્વાળા
ડિસેમ્બર ૧૫, ૧૯૪૨ હમણા હમણું જાપાનીઓ સાથેનો સંબંધ સુધર્યો છે. અમારા કામકાજમાં કિકાન હવે સીધી દખલગીરી નથી કરતે. કેક હિંદીની ધરપકડ પણ જાપાનીએએ નથી કરી, પણ કર્નલ . હજુ પત્તો નથી.
પણ આને અર્થ એ નથી કે કિકાને બાજી સકેલી લીધી છે. ના, એણે ફક્ત બાઇની ચાલ જ બદલી છે. કિકાન સંધની સામે હિંદીઓની એક બીજી હરીફ સંસ્થા ઊભી કરી રહ્યો છે. એક યુવપ્રવૃત્તિ ક્યાંકથી ફાટી નીકળી છે એની પાછળ કિકાનને છૂપો હાથ છે. એ લેકે શું કરશે એ વિષે અત્યારે કશી જ અટકળો ન કરી શકાય, પરંતુ જે જાતના હિંદીઓ એમાં જોડાયા છે તે ઉપરથી એટલું તે અવશ્ય કહી શકાય કે એ જાપાનીઓના હાથનું રમકડું બનવા માટે જ સર્જાયેલા છે ! એના બધા જ કાર્યકરે જાપાનીએના ગોલા’ જેવા છે. બધા જ કિકાનના હાથા ને હજૂરીઆ ! પણ હિંદીજનતા ઉપર આ ફાસીસ્ટ સંસ્થાની શી અસર પડવાની હતી ! , - શ્રી. આર. હજુ યે પિતાના મકાનમાં નજરકેદ છે. પણ રોજ-બ-રાજ, વધુ ને વધુ મિત્રોને એમની મુલાકાત લેવાની પરવાનગી મળતી જાય છે. છેલ્લે છેલ્લે કિકાન એવી સૂચના પણ કરી રહ્યો છે કે શ્રી. આર. રાજીનામું આપી દે તો બધી યે આફતને અંત આવે અને બધું કામ સરાણે ચડી જાય ! સાચી વાત તે એ છે કે જાપલાઓને પિતાની ઈજજતની વેદી ઉપર એકાદ બકરો વધેર છે!
જાનેવાર , ૧૯૪૭ બિકાનપ્રેરિત યુવક પ્રવૃત્તિ, સંધના આર. એમ. અને એવા જ બીજા આગેવાને સામે કાદવ ઉડાડી રહી છે. એમને આખોયે પ્રચાર અધમ, અંગત, અને અસત્યથી ભરપૂર છે. અરે, એમની છેલ્લી બેઠક માટેના પિટર ચડવા માટે કાઈક સ્થળે તે જાપાની સૈનિકે જ નીકળ્યા હતા.
હિંદમાંથી આવેલા સમાચાર પણ બહુ જ ચિંતાજનક છે. મિયા મારી. - જનની જન્મભૂમિ મારી, મારાં માદરે વતન, તારી વહારે આવવા માટે અમે તે થનગની રહ્યા છીએ...પણ આ ટાણે આંધળિયા કરવાં પિસાય એમ નથી ! તારા ઉપર જખમે પડે છે અને અમારા દેહમાંથી લેહીની ધારા વહે છે અને
૨૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com