________________
ભભૂકતી વાળા
પી. કહે છે કે જેને તાલીમ અને હથિયાર પૂરા પાડવા આડે પણ જાપાન અંતરા ઊભા કરી રહ્યું છે. કારેબારીને માર્ગ મુશ્કેલ બનતો જાય છે.
નવેમ્બર ૧૯, ૧૦૧ શ્રી. આર., જાપાનીઓ પેલા છેકરાઓને ઉઠાવી ગયા એના વિરોધરૂપે, સ્વરાજભા બંધ કરી દીધી છે. જાપાનીઓ ધુંવાવા થઈ ઊઠયા છે. રાજબ-રોજ ધમકીઓ મળે છે તે સાચી હોય તે, તેમાં સમો ભાગ પણ સાચે હોય તે, કોઈ સવારે શ્રી. આર. અને એમનું કુટુંબ, સૌની લો જ ઘરમાંથી નીકળશે ! પણ આર.ને એની કશી જ પડી નથી. એ તદ્દન નિર્ભય છે. સંસ્થાનાં ઠાર એણે હમેશને માટે બંધ કરી દીધાં છે. જાપલા કહે છે કે આ તે ખુદ અમારા શહેનશાહનું જ અપમાન ગણાય ! સાંભળ્યું છે કે શ્રી. આર.ને એમના પોતાના ઘરમાં–પેનાંગમાં-નજરકેદ રાખવામાં આવ્યા છે. એમની મુલાકાત લેવાની કોઈને પરવાનગી નથી !
મુશ્કેલીઓનાં વાદળે એક બીજી દિશામાં પણ ઘેરાવા માંડયાં છે. જાપાની સૈન્યાધિકારીઓએ જને બ્રહ્મદેશ તરફ કૂચ કરવાનો આદેશ આપ્યો છે. કારોબારી બંધબારણે આ સમસ્યાને ઉકેલ શોધી રહી છે.
- ડિસેમ્બર ૧, ૧૯૧ - એક વિશ્વાસપાત્ર સ્થળેથી ખબર પડી કેકેજને બ્રહાદેશ લઈ જવા માટે એનાનના બારામાં એક લશ્કરી જહાજ આવીને નાંગયું છે. ફેજના સિપેહસાકાર ઉપર તાકીદનું ફરમાન છૂટયું છેઃ “જને બ્રહ્મદેશ તરફ અત્તરઘડી રવાના કરે.” કારોબારીની મસલતો ચાલુ છે. તેમની બેઠક રાત કે દિવસ જોયા વિના અખંડપણે ચાલે છે.
અત્યારે ન બનવાનું એવું બધુંયે બની શકે છે. કારોબારી મકમ રહે તે જાપલાઓ શું કરે ? એ છે એક મહાપ્રશ્ન. પી. માને છે કે અત્યારના સંજોગો જોતાં, હિંદીઓની લાગણીઓને દૂભવવાની હિંમત જાપલાએ નહિ કરે!
ડિસેમ્બર ૧૦, ૧૧ ઘટનાઓની ઘટમાળ વેગથી કરી રહી છે. જાપાનીઓએ હજુ કશું પણું ખાસ પગલું ભર્યું નથી, ૮મીએ કર્નલ જી. ની ગિરફતારી કરી તે સિવાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com