________________
ભભૂકતી જવાળા
અહીંની આખીયે હિંદી વસતિ ખળભળી ઉઠી છે. જાગ્રત થઈ ગઈ છે. દરેક વાત ભારપૂર્વક બેલાય છે-મેજ ઉપર હાથ પછાડી પછાડીને, હાથને ભાવેશપૂર્વક ઊંચા કરી કરીને. આ બધું શા માટે થાય છે એના કારણની ખબર ન હોય, તો કાઈને એમ જ લાગે કે આખી વસતિ ઈ સામુદાયિક ઉન્માદનો શિકાર બની ગઈ છે.
જાપાની લશ્કરી મુખ્ય મથકવાળા મેજર પુછવારાએ આજે અહીંના કેટલાક અગ્રગણ્ય હિંદીઓને તેડાવ્યા. એ લેકે જ્યારે પાછા ફર્યા અને ત્યાં શું થયું એની વાત કરવા માંડયા ત્યારે, પૂરેપૂરી ભરાઈ ગયેલ ડાઈગ રૂમમાં હદયના ધબકારા પણ સંભળાય એટલી શાન્તિ છવાઈ ગઈ. મેજર પૂજવારા જાણે સજજનતાની કેાઈ સાક્ષાત પ્રતિમા જ ન હોય એવી રીતે તેમની સાથે વર્યો હતો. બહુ જ સભ્યતાપૂર્વક એણે સમજાવ્યું હતુ કે ઇંગ્લોડની લશ્કરી તાકાત ઉપર જીવલેણું ટકા પડી ચૂક્યા છે. હિંદીઓને જે પિતાના દેશની આઝાદી માટે લડવું હોય તે આજના જેવો છે જે અવ. સર મળવાને નથી. જાપાન હિંદીઓને બધી રીતે મદદ કરવા તૈયાર છે. આમ તે હિંદીઓ બ્રિટિશ પ્રજા કહેવાય એટલે સૈદ્ધાતિક દષ્ટિએ તે એ જાપાનના દુશ્મને જ ગણાય. પરંતુ જાપાનીઓ સમજે છે કે હિંદીઓ બ્રિટિશ પ્રજા છે તે છે રાજીખુશીથી નથી. એટલે જાપાની સૈન્ય હિંદીઓ પ્રત્યે દુશમનની પેઠે નહિ વતે. હિંદીઓ જે બ્રિટિશ પ્રજ તરક ન રહેવાને નિશ્ચય કરે તે જાપાન તેમની પ્રત્યે મિત્રની માફક વર્તવાને પણ તૈયાર છે. મેજર ફુવારાની સૂચના એ હતી કે હિંદીઓ જે “સ્વાતંત્ર્ય સંધ' જેવું કે ઊભું કરે તે જાપાન એમને એમના કાર્ય માટે જેએ તેટલી સગવડ કરી આપે.
આગેવાને બધા એકમત નહોતા. ઘણયના મનમાં તે જાપાનના હેતુઓ મલિન છે એવી શંકા પણ હતી. એટલે “આપની આ સહાનુભૂતિને માટે અમે બાને આભાર માનીએ છીએ. પણ અમારે આ પ્રશ્ન ઉપર બધીયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com