________________
જ્ય હિન્દ ભગવાન બુદ્ધના બે કેશથી પાવન બનેલું રંગૂન, જાપાનની આણ નીચે આવી ગયું!
હિંદીઓની પહેલી પરિષદ ભરાઈ ગઈ, ગઈ કાલે અને પરમ દહાડે, અહીં સિંગાપુરમાં જ. પણ મારે આ સ્થાનને હવે સિંગાપુર' તરીકે ન ઓળખાવવું જોઈએ. હવે તે એ નાન છે. દક્ષિણની પ્રભા' છે.
જાપાનીઓએ આ એના નવા નામકરણ સંસ્કાર કર્યા છે. પરિષદને મેં પણ મારી સેવા આપેલી–એક સ્વયંસેવિકા તરીકે. આખા મલાયામાંથી પ્રતિનિધિઓ આવ્યા હતા. ડાક ડાઈલૅન્ડમાંથી પણ. ટેકિ પરિષદ માટે રાસબિહારી બેઝ મલાયા અને તાલેન્ડના હિંદીઓ પાસેથી વિધિપૂર્વકના પ્રતિનિધિ મંડળની માગણી કરી હતી. જાપાનીઓને એ બાબત ખાસ આગ્રહ હતો. પરંતુ અમારા આગેવાનોએ ખૂબ સાવધાનીપૂર્વક આગળ વધવાને નિરધાર કર્યો છે. પ્રતિનિધિમંડળને બદલે તેમણે એક શુભેચ્છામિશન મોકલવાનું ઠરાવ્યું. ટેકિયોમાં જે કાર્યક્રમ નક્કી થાય તેના ઉપર જોયાજાણ્યા વિના આગળથી જ એકડા કરી આપવાની તેમની ઈચ્છા નહતી. દરમિયાન જેમાં પુરાયેલા તમામ હિંદીઓને મુક્ત કરવાનું તેઓ જાપાની સેનાપતિ ઉપર દબાણ કરી રહ્યા છે.
માર ૧૩, ૧૯૪૫ પી.ને હવે હું ઠીક ઠીક વાર મળી આવી. છાવણીમાં હિંદી કેદીઓ છે. તેઓ હદય ખેલીને એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા છે એમ એ કહે છે. ઘણુંખરા તે એમ જ કહે છે કે અમને જાપાનીઓ જે પિતાની , સાથે જોડાઈ જવાનું કહેશે તે અમે ચોખ્ખી ના જ પરખાવીશું ? પણ જે હિંદની સ્વાધીનતાને માટે એક પ્રયત્ન કરવાની અમને તક મળશે, અને જે બ્રિટિશ ગુલામીમાંથી હિંદને સ્વતંત્ર કરવા માટે જરૂરી એવું એક સૈન્ય સજધામાં જાપાનીએ અમને સહાયતા કરશે, તે અમે રાજીખુશીથી તૈયાર થઈશું. પણ આ બાબતની હિંદી સૈનિકને પૂરેપૂરી ખાતરી જોઈએ છે. તેઓ કહે છે કે તેમણે લસકરમાં જોડાતી વખતે વફાદારીના જે સેગંદ ખાધા છે, તે મુલક પ્રત્યેની વફાદારીના છે. પી. કહે છે કે સગદ બાબતનું આ દષ્ટિબિન્દુ છાવણીમાં વધુને વધુ પ્રમાણમાં સ્વીકારાતું જાય છે, પણ જાપાનીઓના હેતુઓ, બાન તેઓ ખૂબ કાશીલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com