________________
- જય હિન્દ બે બ્રિટિશરે ગમે તેટલે અવળો પ્રચાર કરે, છતાં ભગવાને જેમને વિચાર કરવાની શક્તિ આપી છે એવા સૌ હિંદીઓ તે સમજે છે કે આ વિશાળ દુનિયામાં એમને કોઈ શત્રુ હોય તો તે એક જ છે. એક સે વરસથી એમને શષી રહેલે, જનની જન્મભૂમિનું શોણિત ચૂસી રહેલે બ્રિટિશ શાહીવાદ.
“હું ધરી રાજ્યોને બચાવ-વકીલ નથી. એ મારું કામ નથી. મારે તે સંબંધ છે હિંદ સાથે. બ્રિટિશ શાહીવાદ પરાજિત થશે ત્યારે હિંદ આઝાદ બનશે. અને જે, બ્રિટિશ શાહીવાદ કોઈ પણ પ્રકારે આ યુદ્ધમાંથી વિજયી બનીને બહાર આવશે તે હિંદની ગુલામી સદાકાળ અખંડિત જ રહેશે. એટલે હિંદ સામે અત્યારે માત્ર બે જ માર્ગો ઉધાડા છે. આઝાદી કે ગુલામી, હિંદે નિર્ણય કરી નાખવો જોઈએ.
બ્રિટનના પગારદાર પ્રચારકે મને દુશ્મનને માણસ ગણાવી રહ્યા છે. મારા દેશબાંધવો પાસે મારે મારી પ્રામાણિકતાના પ્રમાણપત્રો રજૂ કરવાના ન હાય. બ્રિટિશ શાહીવાદની સામે દીર્ધકાળથી, સતત, બાંધછોડના વિચાર વગર સૂઝી રહેલું મારું જીવન એ જ મારું મોટામાં મોટું પ્રમાણપત્ર છે. આજીવન હું હિંદને સેવક રહ્યો છું. આમરણાંત રહેવાનો છું. જગતમાં કઈ પણ ખૂણેથી મારી ભક્તિ અને વફાદારીના પ્રવાહે હિંદમેયા પ્રત્યે જ વહે છે અને હિંદમૈયા પ્રત્યે જ વહેશે... ' “યુદ્ધના જુદાં જુદાં ક્ષેત્રને તટસ્થ અને સ્વસ્થ અભ્યાસ આજે તમે કરશે, તે તમે પણ જે નિર્ણય ઉપર હું આવ્યો છું તે જ નિર્ણય ઉપર આવશે. બ્રિટિશ સામ્રાજ્યને કસલો બોલવા બેઠે છે અને જગતની કોઈ પણ તાકાત હવે એને બચાવી શકશે નહિહિંદી મહાસાગરના દ્વીપથાણાઓ ઉપરથી યુનિયન જેક કયારનેય ઊતરી ગયો છે. માંડલે પાયું છે અને બલદેશની ધરતી ઉપરથી સાથી સેનાઓને લગભગ હાંકી જ કાઢવામાં આવી છે.•
માદરે વતનનાં સંતાનો! બ્રિટિશ સામ્રાજ્યના આ અસ્તમાં હિંદી ૨વાધીનતાને અષ્ણોદય નિહાળો. હિદે પહેલે મુક્તિસંગ્રામ ૧૮૫૭માં શરૂ કર્યો છે એ ન ભૂલજો. એ મુક્તિને આખરી જંગ ૧૯૪૨ના મેમાં શરૂ થઈ ચૂકયા છે. કમર કસે, મિયાની મુક્તિની લેડી પાસે આવી ચુકી છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com