________________
ભભૂકતી જવાળા અધૂરામાં પૂરું ઑસ્ટ્રેલિયને પીછેહઠ કરી ગયા હતા અને એમની પાંખ રક્ષણવિહેણ બની ગઈ હતી.
હથિયાર હેઠાં મેલી દેવાને હુકમ સાંભળ્યો ત્યારે સૈનિકની આંખમાં આંસુ આવી ગયાં હતાં એમ મેં સાંભળ્યું છે.
પણ મેટામાં મોટી વાત તો એ છે કે પી. સલામત છે. મેં જાપાની સેનાપતિને અરજી કરી છે, પી. ને મળવાની. એમને ભોજન, કપડાં, વાંચવા માટે પુસ્તકો અને બીજું જે કંઈ જોઈએ તે પહોંચાડવાની મેં રજા માગી છે.
મને ખાતરી આપવામાં આવે છે કે એમને જલદી મુક્ત કરવામાં આવશે. કારણ કે જે ઘડીએ ‘હિંદી સ્વાતંત્ર્ય સંધની સ્થાપના થશે તે જ ઘડીએ હિંદીઓની ચિંતા હિંદીઓને જ સેવાશે ને ?
ઘટનાઓની ઘટમાળમાં એક કડી નેંધવી રહી ગઈ. શ્રી. રાસબિહારી બોઝે આંહીના આગેવાનોને તાર કર્યો છે. ટોકિય પરિષદમાં હાજરી આપવા માટે એમણે એ સૌને તેડાવ્યા છે.
ભાગ ૧, બીચારી નોંધપોથી ! તને તે હું સાવ ભૂલી જ ગઈ હતી. ચાલ હવે બધા જ સમાચાર નેંધી લઉં.
પી...મઝામાં છે. હું એમને મળી આવી, છાવણના કમાન્ડરની કચેરીમાં. મને જોતાં જ એમને ચહેરે આનંદથી ચમકી ઊઠશે; પણ એમને સંકટ ઘણાં સહેવાં પડ્યાં છે. એમના ચહેરા ઉપરની ચિંતાની રેખાઓ અને એમની આંગળીઓમાં ઝીણું ધ્રુજારી–મારી નજરની બહાર ન રહી શકી. જાપાની સેનાપતિએ એમના સેનાપતિઓને શત્રુ–પ્રદેશમાં ઘૂસી જવાની પિતાની નૂતન તરકીઓથી કેવી રીતે મહાત કર્યા હતા તે બધું પી.એ મને સમજાવ્યું. પશ્ચિમ કિનારા ઉપર એ લેક ઠેકઠેકાણે ઊતરી પડ્યા હતા....બધે ય ઠેકાણે અમારા મોરચાની પાછળ! પરિણામે બ્રિટિશ સૈન્યની પીછેહઠને એમણે બે વાર પલાયનમાં જ પલટી નાખી ! પી.ના સેનાપતિઓ મૂંઝાઈ ગયા હતા. જાપાની ભૂહરચનાની સમસ્યા જ તેઓ નહોતા ઉકેલી શક્તા !
રંગૂન જાપાનીઓના હાથમાં છે. ચાર દિવસ પહેલાં બ્રિટિશ ખાલી કરી ગયા. બીચારું રંગૂન-સુવર્ણ ડેગન પાગા નું પ્રખ્યાત રંગૂન !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com