________________
ભભૂકતી વાળા
ફેબ્રુઆરી ૧૩, ૧૦૧ અભેદ્ય સિંગાપુરને જાપાનીઓએ કેવી રીતે ભેચ્છુ-એ કથા હજુ હમણાં જ મેં સાંભળી. યુદ્ધકેદીઓની છાવણીમાં કેટલાક હિંદી અમલદારે છે એમની પાસેથી શ્રી. કે.એ એ સાંભળેલી.
સિંગાપુર-અમાસ સિંહપુર-જાપાનના સાણસાબૃહમાં સપડાઈ ગયું. એ હતું તે ખરેખર અભેદ્ય-પણ તે પ્રશાંત સાગર તરફથી કેઈ શત્રુ આવે તે. પણ જમીનમાર્ગે જે કઈ શત્રુ ચડી આવે છે ? તે એને જીતવું એ બચ્ચાંના ખેલ જેવી વાત હતી.
જોહરનું સંરક્ષણ જનરલ બેનેટની સરદારી નીચેના ઑસ્ટ્રેલિયન સિન્યને સોંપવામાં આવ્યું હતું. પણ એ સૈન્ય તે આવી રહેલા આક્રમણના વાવડ સાંભળતા વેંત પીછેહઠ કરીને સિંગાપુર ભેગું થઈ ગયું.
વળી સિંગાપુરને પાણી પૂરું પાડનાર તળાવો યે જોહરમાં હતાં. જાપાનીઓએ પાણી બંધ કર્યું એટલે શરણે થવા સિવાય સિંગાપુર માટે બીજો કોઈ રસ્તે જ ન રહ્યો.
- “ લશ્કરી બુદ્ધઓ ' સિંગાપુરને જે લેકે “અભેદ્ય જાહેર કરતા હતા તેમને માટે હિંદી અમલદારેનું આ વિશેષણ. બ્રિટિશ સેનાપતિઓને જાપાનીઓએ યુદ્ધભૂહના ક્ષેત્રમાં આબાદ છક્કડ ખવડાવી એમ શ્રી. કે. માને છે. યુદ્ધની અદ્યતન વ્યુહરચનાની બારાખડી પણ બ્રિટિશ સેનાપતિઓ જાણતા - લાગતા નથી. તાઇલેન્ડ એ જ મલાયા તરફ આવવાને મુખ્ય રાજમાર્ગ છે એટલું પણ જેઓ નહેતા સમજતા તેમને વિષે શું કહેવું? બાળક પણું, નકશા ઉપર ફક્ત એક જ દષ્ટિ નાખીને એટલું તે સમજી જ શકે !
શ્રી. કે.એ કહ્યું કે જાપાનીઓએ જ્યારે કટાબાહ પાસેથી પિતાના અાક્રમણની શરૂઆત કરી ત્યારે બ્રિટિશ પાસે મલાયાની ધરતી ઉપર સમ ખાવા માટે પણ એક ટેન્ક નહોતું ! યાંત્રિકદળ કહી શકાય એવી એક પણ ટુકડી નહતી. થોડીઘણી બખતરિયા ગાડીઓ હતી-પણ એ પણ પેલેસ્ટાઈનને ભંગાર ! કેટલીક તે પચ્ચીસ વરસ પહેલાંની જુનવાણી બની. આધુનિક ગોળીબાર સામે બે ટક્કર ઝીલવા માટે તદન નકામી. કોઈ છમકલું થાય અને લડનાર બે પક્ષો નિ:શસ્ત્ર હોય તે શોભાના ગાંઠિયા તરીકે વાપરી શકાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com