________________
ભભૂકતી જ્વાળા
ચીના પ્રત્યે જાપાનીઓએ જે ક્રૂરતા આચરેલી, તે એમણે નજરાનજર નિહાળી અને જાપાનીએાની ફૅસીસ્ટ પદ્ધતિ તે તેમને મુદ્લ જ નથી ગમતી. તેમને તે। સ્વાધીનતાનું યુદ્ધ લડવા માટે અણીશુદ્ધ હાથ જોઇએ. તેઓ માગે છે હિંદી સૈન્ય, હિંદી, આઝાદીને માટે, હિંદી સૈનિકે અને હિંદી અમલદારાવાળું. આ બધું ન મળે તો તે કશું જ કરવા તૈયાર ન થાય. સડી સડીને મરવું અને મરણના કરતાં યે બદતર યાતનાઓ વેઠતાં વઢતાં મરવું તે પસંદ કરશે, પરંતુ જાપાનીઓના હાથના રમકડાં તો તેઓ નહિ જ બને; બ્રિટિશ શાહીવાદ માટેના તેમને ધિક્કાર સર્વવ્યાપક અને અંતરના ઊંડાણુતા છે, છતાંયે નહિ. વતનપરસ્તી, દેશભક્તિ, એમના પ્રધાન ગુણ છે.
રેડિયા ઉપર હમણા જ સમાચાર સાંભળ્યા. જાપાનીએ આજે આન્દામાનને ટાપુ લઈ લીધા. હિંદુ ઉપરનુ ભાક્રમણ શરૂ થયું કે શું? મા ૩૧, ૧૯ri
જાપાન, ચાઈના, મલાયા અને તાઈલૅન્ડના હિંદીઓની પરિષદ ટાક્રિયામાં મળી ગઈ. શ્રી રાસબિહારી ખેાઝ અધ્યક્ષસ્થાને હતા. ૨૮ મીથી ૩૦મી સુધી. તાલૅન્ડમાંથી હિંદી પ્રતિનિધિએને લઈ જતા વિમાનને અકસ્માત નયેા. બહુમાનનીય સ્વામી સત્યાન ંદ પુરીને એ અકસ્માતે ભાગ લીધે... હિંદીના એક વડલા તૂટી પડયા.
પરિષદે ‘હિંદી સ્વાતંત્ર્ય સંધ' સ્થાપવાના નિર્ણય કર્યા ઉદ્દેશ નીચે
પ્રમાણેઃ
“કોઈ પણ પ્રકારના પરદેશી ધિપત્ય, દખલગીરી કે અંકુશથી રહિત એવું સ ંપૂર્ણ મુક્ત સ્વાતંત્ર્ય સિદ્ધ કરવું.”
પરિષદના એક અતિ મહત્ત્વના નિર્ણય એક આઝાદ હિંદ ફોજ ઊભી કરવાના છે. આ સિવાય, જૂનમાં ખેંગાક ખાતે પૂર્વ એશિયાની સમગ્ર હિંદી જનતાના સંપૂર્ણ પ્રતિનિધિત્વવાળી એક પરિષદ ભરવાનું પણ ટાક્રિયા પરિષદે ઠરાવ્યું.
એ પરિષદ હિંદી સ્વાત ંત્ર્ય સુધની સત્તાવાર રીતે સ્થાપના કરશે અને એની કારાબારી–Council of action ચૂંટી કાઢશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧
www.umaragyanbhandar.com