________________
જય હિન્દ આખી પરિસ્થિતિનું મારું સરવૈયું કાઢવું જોઈએ. જાપાનીઓ વિજયી બન્યા એથી હું ખુશી થઈ છું? ખુશી થઇ છું, એમ હું પ્રામાણિકપણે નથી કહી શકતી. શ્રી. જ, ખુશી થયા છે અને શા માટે, તે, આજે મને એ લીલે દઈ દઈને સમજાવતા હતા. એમનું વલણ નિર્ણયાત્મક છે...મારું એથી ઊલટું. સંભવ છે કે હું જરા વધારે દીધદષ્ટિવાળી થવા માગતી હોઉં. મલાયાની ધરતી ઉપર ઊતરેલી આ નવી પીડા-એની અસરને પૂરેપૂરી સમજ્યાસારવ્યા વગર, કઈ પણ નિશ્ચિત વલણ કેમ લઈ શકાય ?
બી. જ. એમના કહેવા પ્રમાણે જાત-અનુભવની વાત કરતા હતા, ઉત્તરમાં બ્રિટિશ જમીનદારીઓ છે. તેમાં મજૂરે ઉપર થોડા જ વખત પહેલાં, બંદૂકો ચલાવવામાં આવી હતી એ વાત એમણે મને કરી. મજૂરને અપરાધ એક જ હતાઃ યુદ્ધને કારણે આકાશે ચડેલ ભાવોને પહોંચી વળવા માટે એ બિચારાઓએ રાજમાં વધારાની માગણી કરેલી. બ્રિટિશ અખબારેને સંપૂર્ણ વાણુસ્વાતંત્ર્ય હતું અને હિંદી અખબારોને કશું પણ લખાણું પ્રસિદ્ધ કર્યા પહેલાં સતાધીશેની સંમતિ મેળવવી પડતી એ બાબત પણ એમને ખૂબ રેપ હતો.
હિંદીઓને અંતરમાં ખટકતા રંગષના ઘણું યે કિસ્સાઓ વિષે હું પિતે પણ જાણું છું. “સિંગાપુર સ્વિમિંગ કલબમાં યુરોપિયન સિવાય બીજા કાઈને દાખલ જ કરવામાં નહોતા આવતા. હિંદીઓને તે નહિ જ. હિંદી અમલદારેએ આ લાઈનદોરી સામે એટલે બધે ઉહાપોહ કર્યો કે છેવટે તેમને એ કલબમાં દાખલ થવાની પરવાનગી આપવામાં આવી. પણ તે એક શરતે . નહાવાના હેજથી તેમણે છેટા રહેવું. હિંદી અને બ્રિટિશ અમલદારે એક જ હાજમાં સાથે નહાય તે કયું આસમાન તૂટી પડવાનું હતું પ્રભુ જાણે ! તુમાખીનીયે કે હદ છે ને !
તમે કુશળ તે છે કે, મારા દેવ ? આજે હું તમારી સામે એક એકરાર કરવા માગું છું કે મને ભય લાગે છે...મને ભય લાગે છે કે તમને કે થયું તે નહિ હોય! મને એક પળનું પણ ચેન નથી. છ ધ પણ નથી આવતી, તમે કયાં છે, અને જ્યાં છે ત્યાં કુશળ છે કે કેમ. એ જાણવા વગર મને આરામ કેવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com