________________ માટે હું તારું જ શરણ ગ્રહણ કરીશ; ને હું તારી જ સેવા કરીશ. હે પ્રભુ! તારાં વચને સત્ય છે, પ્રિય છે ને હિતકર છે. વળી તે મને પ્રમાણભૂત છે. હું તેને ક્યારે ગ્રહણ કરીશ? આ કેમ આમ નથી કરતે? એ વિચાર મને આવશે ત્યારે હું વિચારીશ કે એ કર્માધીન છે. આ કેમ નથી ભણતે? આ કેમ આવાં કામ કરે છે? એવા વિચાર આવશે ત્યારે હું તે કર્માધીન છે એમ વિચારી તેની ઉપેક્ષા કરીશ; પણ નિંદા નહીં કરું. હું બહારને ઢંગ ધારણ કરી દાંભિકપણું ધરીશ નહીં. હું શુદ્ધ ભક્ત થઈશ, પણ બેટો ઠગ થઈશ નહીં. હું શુદ્ધ કર્મ કરીશ પણ બહારની દેખાદેખીથી સમજ્યા વિના માત્ર નામનાની ખાતર ને ગાડરીઆ પ્રવાહની માફક ધર્મકરણને મલિન કરીશ નહીં. હે પ્રભુ! તારા આશ્રમને કલંક લગાડીશ નહીં, તારી વાણુને નિંદાવીશ નહીં, તારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીશ નહીં, તારી સેવાને અનાદર કરીશ નહીં, ને અશુદ્ધ પ્રરૂપક બની નર્કને રસ્તે લઈશ નહીં. સ્યાદ્વાદના રહસ્યનું સ્વરૂપ જાણવાનો પ્રયત્ન કરીશ, તારી આશાતના તજવાને બનતા લગી ખપ કરીશ, ગરછ, પંથ, મત કે વાડા આદિને કદાગ્રહ મૂકી શુદ્ધ ધર્મ જાણવા ખપ કરીશ. શુક જ્ઞાન, શુષ્ક વૈરાગ્ય, શુષ્ક કિયા, અને શુષ્ક ભક્તિ ધારણ કરીશ નહીં, પણ સમ્યગૂ જ્ઞાન સહિત ક્રિયા, ભક્તિ અને વૈરાગ્ય ધારણ કરીશ. અધિકારી પરત્વે ક્રિયા કરીશ; અધિકારી જેઈ વર્તીશ અને અધિકારી થવા પ્રયત્ન કરીશ.