Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
૨૧
ગુજરાતી ભાષાને ઈતિહાસ કરેજમાં સ્થપાઈ. ભેજ રાજાની પછી મહેન્દ્રપાલ અને મહીપાલે કને જમાં રાજ્ય કર્યું. મારવાડ અને કનોજના ગુજજર રાજાઓને મહારાષ્ટ્રના રાષ્ટ્રકૂટ રાજાઓ સાથે વારંવાર લડાઈથતી. એક શિલાલેખ પરથી જણાય છે કે કને જના રાજા પ્રતિહારી વંશના હતા. પડિહાર, પરમાર, ચોહાણ, અને સળંકી, એ ચાર રજપુત રાજવંશમાંના પડિહાર વંશને જ પ્રતિહારી વંશ તરીકે શિલાલેખમાં કહ્યું છે. રાજશેખર નામના “બાલરામાયણ નાટકના કર્તા મહેન્દ્રપાલ રાજાના ગુરુ હતા. એ કવિએ પિતાના આશ્રયદાતા રાજાને નાટકમાં ઘુકુઢચૂSTમળિ કહ્યો છે. ઈ. સ. ૯૬૧માં અણહિલપત્તનમાં સોલંકી વંશની સ્થાપના થઈ ત્યારથી એ પ્રદેશનું નામ “ગુજરાત તરીકે સ્થાપિત થયું. - ગુજરાતી, હિંદીનું જૂનું પ્રતિક સ્વરૂપ-સ્વરૂપમાં હિંદી કરતાં ગુજરાતી જૂની છે અને તે ભાષાનું જૂનું પ્રાન્તિક સ્વરૂપ છે. ચાલુક્ય રજપુતે એને કાઠિયાવાડના દ્વીપકલ્પમાં લઈ ગયા અને ત્યાં બીજી હિંદી બેલીઓથી છૂટી પડવાથી એ ધીમે ધીમે સ્વતંત્ર ભાષા બની. આ રીતે હિંદીમાંથી જે રૂપ જૂનાં થઈ જતાં રહ્યાં છે તે એમાં કાયમ રહ્યાં છે.
ગુજરાતી ભાષાની સીમા-ઉત્તર તરફ ગુજરાતી ભાષા છેક પાલણપુરની ઉત્તર સીમા સુધી ફેલાયેલી છે. તેની બહાર સિરોહી અને મારવાડમાં મારવાડી ભાષા બેલાય છે. સિંધમાં થર અને પારકર જિલ્લાના દક્ષિણ કિનારા પાસે ગુજરાતી ભાષા બેલાય છે. દક્ષિણમાં સુરત જીલ્લાની દક્ષિણ હદ સુધી એ ભાષા પ્રસરેલી છે. એ દક્ષિણ સીમાની બંને બાજુના પ્રદેશમાં ગુજરાતી અને મરાઠી બંને બોલાય છે. પૂર્વ તરફ ધરમપુરના રાજ્યમાં એ ભાષા ચાલે છે. વળી એ દિશાએ પર્વતની હાર આવેલી છે તે ગુજરાતની પૂર્વ સીમા બની છે. એ ડુંગરની તળેટીની હારમાં ઉત્તર તરફ છેક પાલણપુરની પૂર્વ સીમા જ્યાં એ ડુંગરે આરાવલીની પર્વતમાલા તરીકે