Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
૨૦
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ વાયવ્ય કોણમાંના *સપાદલક્ષ નામના ડુંગરી પ્રદેશમાંથી હિંદુસ્તાનમાં દાખલ થયા. પ્રથમ તેઓ પંજાબ અને સંયુક્ત પ્રાન્તમાં વસ્યા. ગુજરાત અને ગુજરાનવાલા એ બે જિલ્લા પંજાબમાં છે તેનાં નામ એ લેક પરથી પડ્યાં છે. મથુરાથી તેઓ રજપુતાના અને માળવામાં પ્રસર્યા અને માળવામાંથી દક્ષિણ તરફ ખાનદેશમાં અને પશ્ચિમ તરફ ગુજરાતમાં ફેલાયા. ડિડવાળા અને ઘટિયાળમાં વિક્રમ સંવત્ માં લખેલાં એક તામ્રપત્ર અને એક શિલાપત્ર મળી આવ્યાં છે તેમાં ગુજરાત પ્રાન્તને ગુર્જરત્રા (ગુર્જરને આશ્રય દેનારી ભૂમિ) કહે છે. ગુર્જરત્રાનું પ્રાકૃત રૂપ “ગુજ્જરત્તા થઈ “ગુજરાત” નામ પડ્યું છે. પ્રાચીન ગુજરાતમાં મહી નદીના ઉત્તર ભાગજ-પાલણપુર, કડી, અમદાવાદ, મહીકાંઠા, અને ખેડાનેજ–સમાવેશ થતું હતું. અણહિલવાડમાં ચાવડા લેકેનું રાજ્ય હતું તે દમિયાન, એટલે ઈ. સ. ૭૨૦થી ૫૬ સુધીમાં એ પ્રદેશનું ગુજરાત નામ પડયું. મહીના દક્ષિણ પ્રદેશને “લાટ” કહેતા હતા. “લાટ” શબ્દ ઘણે પ્રાચીન છે. સંસ્કૃત અલંકારગ્રન્થમાં અમુક પ્રકારના અનુપ્રાસને લાટાનુપ્રાસ કહે છે; કેમકે તે લાટ લેકેને પ્રિય છે. ઈ. સ. ૮૮૮ના રાષ્ટ્રકટના શિલાલેખમાં તાપી નદી પર સુરત પાસેના વરિયાવ ગામ સુધીના પ્રદેશને “કોંકણ નામ આપ્યું છે. આ પ્રમાણે સુરત જિલ્લે કોંકણમાં આવેલ છે. મુસલમાન રાજ્યના દમિયાન મહીના દક્ષિણ પ્રદેશને–સુરત જિલ્લાની દક્ષિણ હદ સુધીના પ્રદેશને–ગુજરાત” નામ આપવામાં આવ્યું. | ગુજર-ગુજર લેકેએ રજપુતાનામાં મોટું રાજ્ય સ્થાપ્યું હતું અને તેની રાજધાની ભિનમાલ કે શ્રીમાલ હતી. એ રાજવંશમાં છ રાજા થઈ ગયા, તેમાંના ભેજરાજાના વખતમાં તેમની સત્તા
* પશ્ચિમે ચંબથી પૂર્વે પશ્ચિમ નેપાળ સુધી ડુંગરી પ્રદેશ. એમાં સવા લાખ ટેકરીઓ છે એમ ધારવામાં આવતું તેથી એ નામ પડ્યું છે. હાલ એ નામ શિવાલિક ટેકરીને જ લાગુ પડે છે.