________________
એકવાર યજ્ઞ ચાલી રહ્યો છે, ત્યાં કઈ મુનિએ કહ્યું કે, “ભરત મહારાજાએ ધર્મમય વેદ રચેલા છે, તે વેદના અર્થને બદલીને આ પટેભર પુરૂષે હિંસાથી દુષિત કરે છે. | મુનિના વચને સાંભળી આ બ્રાહ્મણ મુનિને મારવા જતાં વચમાં યજ્ઞ સ્થંભ સાથે અથડાઇને મરણ પામે. મુનિનાં દર્શનથી સિદ્ધગિરિ તીર્થ સ્થાનમાં સિંહ થયો. . એકવાર શ્રી શાંતિનાથ ભગવાન ધ્યાનારુઢ રહેલા છે ત્યાં પેલે સિંહ આવ્યું. પ્રભુને મારવા એકદમ કો પણ વચમાં પટકાઈ પડે. આમ વારંવાર પછડાવાથી સિંહ વિચારવા લાગે કે-વચમાં કોઈ નથી છતાં હું ફળ કેમ ચૂકી જાઉં છું. નકકી આ કઈ મહાન પુરુષ લાગે છે.” આમ વિચારતા પૂર્વ ભવનું મરણ થઈ આવ્યું. ત્યાં પ્રભુએ તેને પ્રતિબધ કર્યો, ને કહ્યું કે તે પુર્વભવમાં પાપકર્મો કર્યા તેથી તીર્થંચગતિમ ઉત્પન્ન થયે છે. હાલમાં તીર્થકરનું સાનિધ્ય મળ્યા છતાં અતિરેષ કરીને નરકની માતાતુલ્ય હિંસાને કેમ હજુ આચરે છે? પૂર્વભવમાં મુનિને મારવા જતા તત્કાલ તને મરણ તુલ્ય ફળ મળ્યું. માટે જીવ હિંસા છોડી દે અને દયામય ધર્મને આચર, ખેદ પામ્યા વગર આ તીર્થની આરાધના કર. તીર્થના પ્રભાવે તને દેવગતિ મળશે અને એક અવતારે તારો મોક્ષ થશે.
આવી પ્રભુની આજ્ઞા થતાં, સિંહ પ્રભુનું ધ્યાન કરવા લાગે અને મુનિના જે શાંત ચિત્તવાળો થયો. આયુષ્યના અંતે શુભભાવમાં મરણ પામી દેવકમાં ગયે. ત્યાંથી મનુષ્ય જન્મ પામી મોક્ષમાં ગયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com