________________
૭
- સંવત ૧૩૪૦ માં ઝાંઝણમંત્રીએ માંડવગઢથી અઢી લાખ માણસને વિશાળ સંઘ કાઢ્યો. હતો. તેમાં પૂજ્ય આચાર્ય શ્રી વિજય ધર્મષસૂરીશ્વરજી મહારાજ આદિ. વીસ ઉત્તમ આચાર્યો પરિવાર સાથે હતાં. ૫૦૦૦૦ પિઠીયા ૧૨૦૦ ખચ્ચર અને ઊંટે, ૩૦૦૦ સંઘનું રક્ષા કરનારા ચોકીદાર, તથા બીજુ વિપુલ સામગ્રી હતી.
સંઘવીએ શ્રી સિદ્ધગિરિજીના શિખરથી શ્રી ગિરનારજીના શિખર સુધીની ચાંદી, સોનું અને રેશમના પટાવાળી હેઢ હાથ પહોળી એવી એક આખી સળંગ ધજા ચઢાવી હતી.
૧૦- બાહડમંત્રીએ કુમારપાળના પિતા ત્રિભુવનપાળના સ્મરણાર્થે પાલીતાણાની તળેટીમાં ત્રિભુવન વિહાર બંધાવી તેમાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી
હતી.
કુમારપાળ મહારાજાએ આ વાત જાણી અને તેથી શ્રી શત્રુંજયતીર્થની યાત્રા કરવાની ભાવના થઈ. સંઘ સહિત યાત્રાએ જવાનું નક્કી થયું. ગામેગામના સંઘે ઉપર કંકેત્રીઓ મોકલવામાં આવી.
પૂજ્ય કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજ પરિવાર સાથે સંઘમાં પધાર્યા હતા. અનેક સાધ્વીજી મહારાજે, હજારો શ્રાવક-શ્રાવિક ૭ર સામતે, ૨૪ મંત્રીઓ, ૧૭૦૦ કેપ્યાધિપતિ આદિ સંઘમાં હતા. તીર્થયાત્રાની યાદમાં કુમાર વિહાર નામનું મંદિર કુમારવિહાર હાથીપળની પાસે છે અને હિંગળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com