________________
- ચિલ્લણ તળાવડી માટે કહેવાય કે છે “શ્રી સુધર્માસ્વામી ગણધરના મહાતપસ્વી શિષ્ય શ્રી ચિલ્લણ મુનિ મોટા સંઘ સાથે શ્રી સિદ્ધગિરિજી આવતા હતા. રસ્તામાં સંઘ તૃષાતુર થયે, આખેય સંઘ તરસથી તરફડવા લાગે ત્યારે સંઘે પ્રાર્થના કરી કે હે તપસ્વી! પ્રભુના દર્શન વિના અમારા પ્રાણ ચાલ્યા જશે.” સંઘને પીડિત જોઈ મુનિવરે પાણી દેખાડયું, તપશક્તિથી મેટું તળાવ પાણીથી છલકાવી દીધું, સંઘની તરસ છીપી ગઈ, ત્યારથી આ તળાવ ચિલણ તલાવડી નામે ઓળખાય છે.
શ્રી શત્રુંજય મહાભ્યના ૮માં સર્ગમાં, શ્રી અજિતનાથ ભગવાને દેશનામાં જણાવ્યું છે કે એક વખત શ્રી સુત્રતાચાર્ય મુનિ પાત્રમાં પાણી લઈને ગ્લાનપણથી ધીમે ધીમે ચડતાં પહેલા શિખર પર આવ્યા, ત્યાં કઈ વૃક્ષ નીચે વિસામે, લેવા બેઠા અને પાણીનું પાત્ર બાજુમાં મુકયું, એટલામાં કઈ કાગડાએ આવી તે જળપાત્ર હેળી નાખ્યું, મુનિનું ગળુ તાપ અને તૃષાથી સુકાતું હતું ત્યાં જળપાત્ર ઢળાયેલ જોઈ ક્રોધ આવ્યા અને બોલ્યા કે “હે કાકપક્ષી! પ્રાણ રક્ષક જળને તે ઢળી નાખ્યું તે કુકૃત્યથી હવે આ તીર્થમાં તારી સંતતિનું આવવું થશે નહિ અને આ ઠેકાણે મારા તપના પ્રભાવે સર્વ મુનિ જનેને સંતોષ આપે એવુ નિર્જીવ અને પ્રાસુક જળ સદા થશે.” આવા મુનિના કેપ યુક્ત વચનથી કાગડાએ ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારથી આ સિદ્ધગિરિજી ઉપર કાગડાઓ આવતા નથી. જે કદી દુષ્કાળ અને વિરોધ થવાને હેાય ત્યારે કાગડાઓ અહીં આવે તે વિનને શાંત કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com