________________
૨૧૮ અનેક એળીઓ કરી હતી. ચાતુર્માસમાં શ્રી શાંતિસ્નાત્ર, શ્રી સિદ્ધચક મહાપૂજન, આદિ શ્રી જિનેન્દ્ર ભક્તિ મહેત્સવે અનેક થયા હતા. છેલ્લાં છએક વર્ષોથી પાલીતાણામાં ઉપધાન બીલકુલ થયાં હતાં, તે પણ પહેલ વહેલાં પૂજ્યશ્રીની નિશ્રામાં થયાં હતાં. આથી આખું ચાતુર્માસ શાસનની યાદગાર પ્રભાવનાપૂર્ણ ખુબ દીપ્યું હતું. ચાતુર્માસ પછી પણ માલારેપણને શ્રી અષ્ટોત્તરી બૃહશાંતિસ્નાત્રાદિ મહોત્સવ, બે બહેનની ભાગવતી દીક્ષાઓ, કદમ્બગિરિ તીર્થને સંઘ, શ્રી ગિરિરાજ ઉપર શ્રીજિનબિઓની પ્રતિષ્ઠા, સાધુ સાધ્વી આદિની ભક્તિ વયાવચ્ચ માટેની યંગ્ય વ્યવસ્થા, તથા પૂજ્ય ગુરૂદેવે શ્રી સૂરિમંત્રનાં પાંચે પ્રસ્થાનેની આરાધના સવિધિ સંપૂર્ણ કરી, તેની ઉજવણીને શ્રી પંચાહ્નિકા મહાભિષેકદિ મહત્સવ, ઉપરાંત પૂજ્યશ્રી આદિ મુનિવરોને ૯ યાત્રાઓ વગેરે ઘણું આરાધનાઓ થઈ હતી.
આ દરમ્યાન મારે ચૂડાથી ધમ ચાતુર્માસ પૂર્ણ કરી કારતક વદ ૧૧સે વિહાર કરી સુરેન્દ્રનગર પૂજયપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબને વંદનાદિ કરી પૂજ્ય ગુરૂભ્રાતા પંચાસજી મહારાજ શ્રી જયન્તવિજયજી ગણિવર આદિ સાથે વિહાર કરી અનુક્રમે પાલીતાણે પૂજ્યપાદ ગુરુદેવશ્રીની સેવામાં આવવાનું થયું હતું.
પૂજ્ય ગુરુદેવશ્રીને સૂરિમંત્રનાં પાંચ પ્રસ્થાનની આરાધના ચાલતી હોવાથી તે પૂર્ણ થાય ત્યાં સુધી મારે ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com