________________
૨૨૨ ભર્યો હતે, પછી સામુદાયિક બંધારણ પુજ્યપાદ શ્રી મદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે વાંચી સંભળાવ્યું હતું. આથી સકલ શ્રી ચતુર્વિધ સંઘમાં આનંદ આનંદ વ્યાપી ગયે હતું
આ સમયે મારે પણ બેરસદથી ચાતુર્માસ બાદ વિહાર કરી અહીં આવવાનું થયું હતું. ધર્મપ્રેમી શેઠ અમૃતલાલ ભવાનજીભાઈ પણ પૂજયશ્રીને માલણ પધારવાની વિનંતિ કરવા પાલનપુરથી આવ્યા હતા. હવે શ્રી સિધ્ધગિરિજી તાત્કાલિક જવાય તેટલે સમય રહ્યું ન હતું. આ ગ્રન્થની દ્વિતીય આવૃત્તિ દ્વારા આત્માને શ્રી ગિરિરાજની ભાવસ્પર્શના થાય તેમજ વાચકેની ય માગણને યથેચિત લાભ મળે એવી શુભ ભાવનાથી ૫૦ જયતિવિંદ પંન્યાસજી મહારાજ શ્રી રૈવતવિજ્યજી ગણિવરે આ કાર્યની પ્રેરણા કરી. સુશ્રાવક અમૃતભાઈએ આ શ્રુતજ્ઞાનભક્તિને પ્રકાશન દ્વારા પિતાને લાભ મળે અને સદર પુસ્તકમાં શ્રી સિધ્ધગિરિજીની નવાણું પ્રકારી પૂજા દાખલ કરાય એવી ઈચ્છા પૂજયશ્રીના ચરણમાં પ્રકાશિત કરી. કહેવાની જરૂર નથી કે આ કારણથી સુધારા વધારા સાથે આ બીજી આવૃત્તિ તૈયાર કરવાને મને જે લાભ મળે તેને હું પૂર્ણ આનંદ અનુભવું છું. આ આવૃત્તિમાં ઉપરના ચાર વિભાગે ઉપરાંત એક પાંચમો વિભાગ ઉમેરવામાં આવ્યા છે અને તેમાં શ્રીગુભવીરવિજયજી મહારાજની બનાવેલી શ્રી નવાણું પ્રકારી પૂજા સંપૂર્ણ દાખલ કરી છે. શ્રી ગિરિરાજ ૫શનાની આ આવૃત્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com