Book Title: Giriraj Sparshana
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agammandir

View full book text
Previous | Next

Page 241
________________ ઉપસંહાર શ્રી ગિરિરાજ સ્પશના આ પુસ્તિકાનું લખાણ પૂર્ણ કરતા પહેલાં આનું ઉત્થાન શી રીતે થયું, તે જણાવવું આવશ્યક છે. સિદ્ધાંતમહોદધિ ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબની આજ્ઞાથી તેઓશ્રીના પટ્ટપ્રભાવક-મારા “ પૂજ્ય ગુરુદેવ–આચાર્યદેવશ્રીમદ્વિજયજ બુસૂરીશ્વરજી મ. સાહેબ આદિશ્વર આઠ મુનિરાજેનું સં ૨૦૧૫નું ચાતુર્માસ પાલીતાણ (આરીસાભૂવન) માં થયું હતું. ત્યાં પૂ. પં. શ્રી ભકિતવિજયજી ગણિવર, પૂર્વ મુનિરાજ શ્રી ગુણવિજયજી મ., પૂ. મુશ્રી ભાવવિજયજી મ. આદિ ઠાણું ૮ પણ ચાતુર્માસ રહેલા હતા. પૂજ્યપાદ આચાર્ય ગુરુદેવશ્રીની નિશ્રામાં ચાતુર્માસ દરમ્યાન વિવિધ તપશ્ચર્યાઓ અને સૂત્રેની વાચનાઓ વગેરે આરાધનાઓ ઘણીજ થઈ હતી. પૂજ્ય ગુરૂદેવશ્રીએ વર્ધમાનતપની ૩૭ મી ઓળી કરી હતી, પૂજ્ય પં. શ્રી વધ. માનવિજયજી ગણિવરે નવ ઉપવાસ, પૂજ્ય પં. શ્રી રેવતવિજયજી ગણિવરે પીસ્તાલીસ ઉપવાસની મહાન તપશ્ચર્યા, પૂર મુત્ર શ્રી મગુપ્તવિજયજી આદિ મુનિરાજે એ લાગેટ આયંબીલે અને શ્રી વર્ધમાનતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248