________________
ઉપદ્રવ કરતે હતે. તેથી કોઈ મહાત્માએ ધ્યાન અને તેના બળથી અંબિકાને બોલાવી અને હિંગુલ તરફથી થતો ઉપદ્રવ દુર કરવા માટે વિનંતિ કરી એટલે અંબિકા દેવીએ હિંગુલ રાક્ષસને પરાભવ કર્યો એટલું જ નહિ પણ મરણ પામે ત્યાં સુધીની કદર્થના કરી. આથી હિંગુલ રાક્ષસે દેવીને પગમાં પડી બે હાથ જોડીને બે કે હે માતા. મારી એક પ્રાર્થનાને સ્વીકાર કરે. આજથી તમે મારા નામે ઓળખાઓ અને તીર્થયાત્રાના સ્થળમાં મારા નામથી સ્થાપના થાઓ. હું કદીયે કેઈને ઉપદ્રવ નહિ કરું.
આ પ્રમાણે તેની વિનંતિને અંબિકા દેવીએ માન્યરાખી અને પોતે અદશ્ય થઈ ગઈ. રાક્ષસ પોતે કરેલા કૃત્યને બદલે ભેગવવા અધોગતિમાં ગયે. "
અંબિકાદેવીએ પિતાના ભક્તોને જણાવ્યું કે આજથી તમે મને હિંગુલાદેવી નામથી ઓળખજે, આ બનાવ પ્રાયઃ કરાંચી પાસેના ડુંગર પાસે ખાસ હિંગુલનું સ્થાનક છે. ત્યાં આગળ બન્યું હતું.
અંબિકાદેવી ખાસ સૌરાષ્ટ્ર ની અધિષ્ઠાત્રી દેવી છે. શ્રી સિદ્ધગિરિજી ઉપર ચડાવવાળી એક ટેકરી ઉપર અધિખ્રિત થઈને રહેલી છે. તેથી આ હિંગલાજના હડા તરિકે પ્રસિદ્ધી પામ્યું છે.
પછી છેડા પગથિઓ ચઢતાં સુંદર વિસામે છે. ત્યાં વચમાં દેરીમાં કલિકુંડ શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં પગલાં સંવત ૧૮૩૫ માં સ્થાપન કરેલા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com