________________
પછી પિતાના રાજ્ય ઉપર પિતાના પુત્રને રથાપન કરી રાજય કાર ૨ મંત્રીને ભળાવી દશકેટી મનુષ્યની સાથે તાપસી દીક્ષા લીધી. - માથે જટા ધરતા, કદમૂળ ફળને ખાતા, ધ્યાનમાં લીન રહેતા અને શ્રી યુગાદિપ્રભુનું નિરંતર સ્મરણ કરતા લાખે વરસ પસાર થઈ ગયા ' એકવાર બે વિદ્યાધર મુનિને ભેટ થઈ ગયે તેમના મુખેથી શ્રી શત્રુંજય તીર્થનું મહાગ્ય અને ઉપદેશ સાંભળી બધાયે જૈન દીક્ષા ગ્રહણ કરી, શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરવા ચાલ્યા. શ્રી ઋષભદેવ ભગવાનના ગુણગાન ગાતા તીથની યાત્રા કરી ખૂબ આનદ પામ્યા. - ત્યાર બાદ માસખમણને અંતે બે વિદ્યાધર મુનિઓએ શ્રી પ્રવિણ મુનિ, શ્રી વારિબિલ્લ મુનિ વગેરે દશ કોડ સાધુઓને ઉપદેશ આપતા કહ્યું કે “હે સાધુઓ ! તમે અશુભ ધ્યાનાદિના વેગથી નરક ગતિને આપનારાં અનંત કર્મો બાંધેલા છે. તેથી તમારે આ ક્ષેત્રમાં જ રહેવું. આ ક્ષેત્રના પ્રભાવથી તમે સર્વે કર્મોનો ક્ષય કરી કેવળ જ્ઞાન પામીને મેક્ષે જશે આ પ્રમાણે ઉપદેશ આપી જ્ઞાની વિદ્યાધર મુનિ આકાશ માર્ગે અન્યત્ર ચાલ્યા ગયા.
શ્રી દ્રાવિડ મુનિ, શ્રી વારિખિલ્લ મુનિ વગેરે બધા મુનિએ ભગવાનના ધ્યાનમાં લીન બની એક મહિનાના ઉપવાસ કરી ત્યાં રહ્યા અનુક્રમે શુભધ્યાનમાં આગળ વધતા ક્ષપક શ્રેણું માંડી કેવળજ્ઞાન પામી અંતમુહુતમાં દશકેટી સાધુએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com