________________
1 ૨૫
દંતકથા એવી છે કે શાહબુદ્દીનગરીના વખતમાં અંગારશા નામના પરમહમદ જેનું બીજું નામ હીંજે હતું તે થાણદાર હતા, તેના મરણ પછી અવગતિ થવાથી તેના આત્માની શાંતિ માટે તેની કબર કરવામાં આવેલી છે.
મુખ્ય તે તીર્થની રક્ષા માટે કબર કરવામાં આવી હોય એમ લાગે છે. લેકો ત્યાં અનેક બાધા માન્યતાઓ કરી મિથ્યાત્વની અભિવૃદ્ધિ કરી રહેલા હોય છે, તે પ્રવૃત્તિ ઘણી જ અનિચ્છનીય છે.
૧. ખરતર વસહિ મુખજીની ટુંકમાં જતાં સૌથી પહેલાં ખરતર વસહિતની ટુંક આવે છે. આ ટુંકમાં પિસતાં જમણી બાજુ શેઠ નરશી કેશવજીની ટુંક છે. તેમાં સંવત ૧૨૧ માં પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે મૂળનાયક શ્રી અભિનંદન ભગવાન છે આજુબાજુ ભમતી છે ઉપર ત્રણ મુખજી છે સામે વલલભ કુંડ છે આગળ જતાં વચમાં શ્રી શાંતિનાથ ભગવાનનું પ્રાચીન મંદિર છે, એ પછીનાં મંદિર ૧૯ મી સદીમાં બંધાયેલાં છે, પ્રતિમાં પાષાણનાં ૩૯, ધાતુનાં ૨ છે.
૧ શ્રી શાંતિનાથ ૨ મરૂદેવી માતા, ૩ શ્રી ચંદ્રપ્રભસ્વામિ ૪ શ્રી ધર્મનાથ, ૫ શ્રી કુંથુનાથ, ૬ શ્રી અજિતનાથ ૭ શ્રી ચંદ્રપ્રભવામિ, ૮ શ્રી કષભદેવજી ૯ ચૌમુખજી, ૧૦ શ્રી સુમતિનાથે, ૧૧ સંભવનાથ, ૧૨ શ્રી રાષભદેવજી વગેરે મંદિરો છે.
આરસના ૫૪ પ્રતિમાજી અને ધાતુના ૭ પ્રતિમાજી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com