________________
૧૨
૯ મોતીશાની ટુંક - મુંબઈમાં મોતીચંદ શેઠ વહાણવટાને ધંધો કરતા હતા ધીમે ધીમે આઠ વહાણે પિતાના કર્યા.
એક વખત વહાણ ચીન તરફ જતું હતું તેમાં દાણ ચારીનું અફીણ છે એ વહેમ સરકારને પડશે તેથી તે વહાણ પકડવા સ્ટીમરલોંચ મુકી, શેઠને આ વાતની ખબર પડી, શેઠે સંકલ્પ કર્યો કે જે વહાણ બચી જાય છે તેની કુલ આવક શ્રી શત્રુંજય તીર્થ ઉપર ખરચી નાખવી.”
પુણ્યસેગે વહાણ બચી ગયુ. બાર તેર લાખ રુપિયાની આવક થઈ. એ રકમ શ્રી શત્રુંજય તીર્થ ઉપર ખરચવા માટે જુદી કાઢી મુકી.
મોતીશાશેઠ શ્રી સિદ્ધગિરિજી આવ્યા. ટુંક બંધાવવા માટે જગ્યા કેઈ દેખાય નહિ. છેવટે શેઠની નેજર શ્રી મુળ નાયકજી અને શ્રી ચૌમુખજીની ટુંક વચ્ચે એક મોટી ખીણ ઉપર પડી અને વિચારવા લાગ્યા કે “જે આ ખીણ પુરી દઈએ તે સુંદર ટુંક બંધાવી શકાય.” પણ એટલી બધી ઉંડી હતી કે નીચે નજર કરતાં આંખે અંધારા આવી જાય શેઠે તે કોઈપણ રીતે ખીણુ પુરીને તેના ઉપર મંદિર અંધા વવાને નિર્ણય કરી લીધા.
ખાતમૂહુર્ત કરવામાં આવ્યું. દેશપરદેશથી મજુરે બોલાવ્યા. ખીણુ પુરવાનું કામ ધમધોકાર ચાલવા લાગ્યું. પાણીના એક હાંડાના ચાર આના આપીને પણ પાણી મંગાવવામાં આવ્યું હતું. ખીણ પુરાઈ ગઈ. તેના ઉપર વિમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com