________________
૧૭ , સાંભળતાં શૈલકાચાર્યને પોતાની પ્રમાદ દશાને ખ્યાલ આવ્યા. આલેચના કરી પરિવાર સાથે શ્રી સિધ્ધગિરિજી ઉપર આવ્યા એક મહિનાનું અનશન કરી પાંચસો શિષ્યો સાથે કેવળ જ્ઞાન પામી મેક્ષ સુખને પામ્યા.
કુંડની પાસેના ચોતરા પાસે એક પગલાં છે, તેની પાસે એક દેરીમાં સુકેશલ મુનિનાં પગલાં છે. -
સુકેશલ મુનિ અધ્યા નગરીના રાજા કીર્તિધરના તેઓ પુત્ર હતા તેમની માતાનું નામ સહદેવી હતું, કીર્તિધર રાજાએ ગર્ભસ્થ પુત્રને રાજ્ય સેંપી દીક્ષા લીધી, ત્યાર બાદ સુકેશલે પણ પિતાની ધાવમાતા પાસેથી પિતા મુનિની વાત જાણી, પિતા મુનિની પાસે દીક્ષા લીધી. તેમની માતા સહદેવીને પુત્રને વિયેગ અસહ્ય થઈ પડે, આર્તધ્યાનમાં મરણ પામી, પહાડી જંગલમાં વાઘણ થઈ. - એક વખત બન્ને રાજર્ષિ શ્રી કીર્તિધર મુનિ અને શ્રી સુકેશલ મુનિ તે પહાડ ઉપર વિહાર કરતા હતા, ત્યાં આ વાઘણે જોયા અને રોષ આવ્યું અને મુનિઓને ફાડી ખાવા દેડી, ત્યાં પિતા મુનિએ પુત્ર મુનિને સાધી લેવાની ક્ષણ સમઝાવી. બન્ને મુનિઓ કાઉસ્સગ ધ્યાનમાં રહ્યા વાઘણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com