________________
૧૨૨
સમવસરેલા છે, તેથી આ વૃક્ષ તીર્થથી પણ ઉત્તમ તીર્થની જેમ વંદન કરવા યંગ્ય છે. દરેક પત્ર, ફળ અને શાખા ઉપર દેવતાઓના સ્થાન છે. માટે પ્રમાદથી પત્ર, ફળાદિ તેડવાં નહિ.
જેના ઉપર દૂધની ધારા વર્ષે તેના આલેક અને પરલેક સુખકારી થાય છે
સુવર્ણ, રત્ન કે મુક્તાફળથી વંદનાપૂર્વક પૂજા કરવામાં આવે તો સ્વપ્નમાં સર્વ શુભાશુભ કહી આપે છે. આનું પૂજન કરવાથી શાકીની, ભૂત, વેતાળ રાક્ષસાદિને વળગાડ પણ દૂર થઇ જાય છે. તેમજ કોઈ પ્રકારના તાવ વગેરે પણ આવતા નથી.
આ વૃક્ષનાં સ્વાભાવિક રીત નીચે પડેલાં પત્ર-પુષ્પ કે શાખા લઈ આવી જીવની પેઠે સાચવી રાખવા, એનાં જળનું સિંચન કરવાની સર્વ પ્રકારનાં અનિષ્ટો નાશ પામે છે.
આ વૃક્ષની પશ્ચિમ દિશા તરફ એક દુર્લભ રસ કુપિકા છે, એના રસના ગંધ માત્રથી લેખંડ સુવર્ણ થઈ જાય છે. અઠ્ઠમ તપ કર્યો હોય અને દેવની પૂજા-નમસ્કાર આદિના ભાવવાળો હોય તે કઈ વિરલ પુરુષ, રસકુપિકા મેળવી શકે છે. જે આ રાયણવૃક્ષ પ્રસન્ન હોય તે. બીજી કોઈ વસ્તુની જરૂર રહેતી નથી.
ભૂતકાળમાં થઈ ગયેલા તીર્થકરે અને આ વિશીનાં તિર્થકો અહીં આવેલા અને ભવિષ્યકાળમાં જે જે તીર્થકરે અહીં આવશે થશે; તે બધા તેઓ બધા અહીં સમવસરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com