________________
કરી સમેતશીખરજીનાં દર્શન કરતાં રાયણવૃક્ષ પાસેથી નીકળી ગણધર પગલાંની પાછળની બાજુથી દર્શન કરતાં સહસ્ત્રફણા પાર્શ્વનાથનાં દર્શન કરી સામે પત્થરનાં પગથિયાં ચડી શ્રી સીમંધરના સ્વામી નામથી ઓળખાત મંદિરના શિખરમાં ચૌમુખજીના દર્શન કરી, મોટા ચૌમુખજીના ઉપર પણ દર્શન કરી, નીચે ઉતરી દેરીઓમાં દર્શન કરી ચોવીસે જિનેશ્વર ભગવંતની માતાનો પુત્ર સહિતને પટ છે. ત્યાં દર્શન કરતાં બીજી પ્રદક્ષિણા પુરી થાય છે.
ત્રીજી પ્રદક્ષિણ ત્રીજી પ્રદક્ષિણા શ્રી પુંડરીકસ્વામીજીના દેરાસરની બહારના ભાગથી શ્રી આદીશ્વર ભગવાનના દેરાસરથી શરુ થાય છે, ત્યાં દર્શન કરી, દેરીઓમાં દર્શન કરતા શ્રી સુમતિનાથ ભગવાનનાં દેરાસરમાં દર્શન કરવાં, મોટી ભમતીમાં દર્શન કરતાં કરતાં આગળ જતાં વીસ વિહરમાનના દેરાસરમાં દર્શન કરવાં. તેમાં ગભારામાં વીસ વિહરમાન છે અને રંગમંડપમાં. ચોવીસ ભગવાન છે. પછી બહાર નીકળી પાછળના ભાગમાં દર્શન કરી અષ્ટાપદજીનાં દર્શન કરી રાયણ વૃક્ષને ત્રણ પ્રદક્ષિણ આપવી. રાયણ વૃક્ષને મહિમા અપરંપાર છે.
રાયણ વૃક્ષને મહિમા આ રાયણ વૃક્ષ શાશ્વત છે, શ્રી આદીશ્વર ભગવંતની પાદુકાથી શોભે છે. શ્રી રાષભદેવ પ્રભુ અનેક વખત આ વૃક્ષ નીચે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com