________________
૧૧૦
શ્રી ગિરિરાજ ઉપર વચ્ચે વિશ્રામ લેવા માટે શેડે ઘડે છે વિસામા બાંધવામાં આવ્યા છે. તથા ઠંડા અને ગરમ (ઉકાળેલા) પાણીની સગવડ પણ રાખવામાં આવે છે.
રામપળની અંદર પ્રવેશ કરતાં સામે પાંચ શીખરો વાળું અને ત્રણ શિખરવાળું એમ બે દેરાસરે આવેલા છે. આખા ગિરિરાજ ઉપર પાંચ શિખરવાળું આ એકજ દેરાસર છે.
યાત્રિકે ઉપર બતાવેલ વંદનીય પગલાં વગેરે સ્થાને દર્શન-વંદન-પૂજન-ભાવના કરતા ચઢી યાત્રા કરવી.
સમુદ્ર સપાટીથી લગભગ ૧૮૦૦ ફીટ ઊંચુ શ્રી ગિરિ. રાજ તીર્થ છે.
(૭) નવટું કેનું વર્ણન
દાદાની દુક રામ પિળમાં સિતાં સામે પંચશિખરી મંદિરમાં શ્રી વિમલનાથ ભગવાન અને બાજુના ત્રણ મંદિરમાં શ્રી સુમતિ નાથ ભગવાન છે. બાજુમાં મેતીશાહની ટુકને બગીચા, મોટા કુંડ, ટુંકના કીલ્લાના ભાગમાં કુંતાસર દેવીને ગેખલે છે.
વીસેક પગથિયા ચડયા પછી સગાળ પળ આવે છે, અહીં યાત્રાળુઓની ચીજ-વસ્તુઓ સાચવી રાખવાની વ્યવસ્થા છે. પાસે ઓફીસ છે. સામે નોંઘણકુંડ, સગાળકુંડ વગેરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com