________________
૧૦૦ અહીંથી બે રસ્તા પડે છે, નવે રસ્તો પગથીઆવળે છે. જ્યારે બીજી બાજુ જુને રસ્તો છે જુના રસ્તે થોડું ચઢયા ત્યાં ડાબી બાજુ સમવસરણના આકારવાળી દેરીમાં શ્રી મહાવીરસ્વામીજીના પગલાં છે. પછી ચઢાણને કઠણ ભાગ આવે છે તે પુરે થતા ત્યાં ના રસ્તે ભેગા થાય છે અને જુદે પડે છે. ત્યાં વચ્ચે દેરીમાં શાશ્વ ચાર જિન શ્રી ઋષભદેવ, શ્રી ચંદ્રાનન, શ્રી વારિષણ અને શ્રી વર્ધમાનના કમળ આકારે પગલાં છે બાજુમાં છાલાકુંડ ૧૮૭૦માં બંધાવેલે છે.
નવા રસ્તે આગળ જતાં એક નાની ટુંક જેવું આવે છે તે શ્રીપૂજ્યની દેરીઓના નામે ઓળખાય છે. ત્યાં તપાગચ્છાલંકાર શ્રીમાન દેવેન્દ્રસુરિજી નામના શ્રીપૂજ્ય જગ્યા સાફ કરાવી કેટલાક ઓરડા બંધાવી ધર્મની જગ્યા તરિકે રાખેલી છે અને દેરીઓ બંધાવી છે તેમાં ચૌદ દેરીઓમાં શ્રીપૂજ્યના પગલાં છે ચાર ખાલી છે. એક દેરીમાં સફેદ આરસની ૧૭ ઈંચની સાત ફણાવાળી શ્રી પદ્માવતીજીની દેવી છે. તેમના ઉપર પાંચ ફણાવાળી શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂતિ છે પ્રતિમાજીની નીચે બે ડમરુ ધારી અને ઉપર બે ચામરધારીની આકૃતિઓ છે ઉપર બે જિનેશ્વરની પ્રતિમા છે. ડાબી બાજુ હનુમાનની મૂર્તિ છે, એક દેરીમાં શ્રી મણિભદ્રજીની મૃતિ છે વચમાં કુંડ છે, તેની ચારે બાજુ દેરીમાં ચાર દેરીમા શ્રી ગોડીજીપાર્શ્વનાથ, શ્રી આદિનાથ, શ્રી ગૌતમસ્વામીજી, અને વિજયધર્મસૂરીશ્વરજીના પગલા છે.
અહીંથી સામે નજર કરતાં નવે ટુંકના શ્રી જિનમંદિને રમ્ય દેખાવ નજરે પડે છે, એની નીચે જોતાં આખા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com