________________
સાથે કારતક સુદ ૧૫ ના દિવસે સિદ્ધિપદને પામ્યાં.
ભરત મહારાજ મોક્ષે ગયા પછી એક પૂર્વ ફ્રોડ વર્ષે દ્રાવિડ અને વારિખિલજી મોક્ષે ગયા.
૩-આઈસત્તામુનિ
પઢાલપુર નગરમાં વિજય નામના રાજાને શ્રીમતી નામે પત્ની હતી. તેમને એક પુત્ર થયે તેનું અતિમુક્ત નામ પાડવામાં આવ્યું આઠ વર્ષની ઉંમરે શ્રી ગૌતમસ્વામીજી પાસે દીક્ષા લીધી.
એક વાર એક શેઠને ત્યાં ગોચરી માટે ગયા. ત્યાં તેમના પુત્રવધુએ મુનિને કહ્યું કે કેમ અત્યારમાં? બહુ મોડું થઈ ગયું કે શું ?” શબ્દ બે અર્થવાળા હતા ગેચરી તથા દીક્ષાને લાગુ પડતા હતા. મુનિયે તેને મર્મ સમજી જવાબ આપે કે “મરણ એ નક્કી છે તે ક્યારે આવશે તે હું જાણુ નથી. એટલે દીક્ષા લીધી છે.”
એકવાર સાધુઓની સાથે ગામ બહાર ઠલે ગયા હતા ત્યાં ચોમાસાના લીધે પાણીથી ભરેલાં ખાબોચીયામાં પાત્રુ મૂકીને તરાવા લાગ્યા. સાધુએ આ જોઈને કહ્યું આમ કરવાથી જીવની વિરાધના થાય, બહુપાપ લાગે. બાળ મુનિ સરમાઈ ગયા પ્રભુ પાસે ઈરિયાવહી કરતાં શુભ ભાવમાં ચઢયા ક્ષપક શ્રેણી માંડી કેવળજ્ઞાન પામી ઘણે ઉપકાર કરી મેક્ષે ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com