________________
અને ધ્યાનમાં તત્પર રહી, ઉભા ઉભા કેવળ જ્ઞાન પામ્યા. -જેથી બીજા અંગમાં જાનુ પૂજાય છે.
ત્રીજુ અંગ કર (હાથ) કાંડું
કાંતિક વચને કરી, વરસ્યા વરસીદાન: કર કાંડે પ્રભુ પૂજના, પૂજે ભવિ બહુમાન. ૩.
દરેક તીર્થકરનો દીક્ષા અવસર થતાં પહેલાં એક વરસ પાંચમાં બ્રહ્મદેવ-લોકમાં વસનાર સારરવતાદિ નવ લોકાંતિક દે તીર્થ પ્રવર્તાવવા વિનવે છે. ત્યારથી પ્રભુ વરસીદાનનો પ્રારંભ કરે છે.
વરસી દાનનો વિધિ એક દિવસમાં ૧૦૮૦૦૦૦૦ એક કરોડ આઠ લાખ (૮૦ રતિ પ્રમાણુ) સેનિકો દાનમાં આપે છે તેનું વજન નવ હજાર મણ થાય છે અને તે વખતના શકિટ (ગાડાં) સવા બશે ભરાય. એક વરસના સેનયાને તેલ બત્રીશ લાખ ચાલીસ હજાર મણ થાય.
એક વરસના દાનમાં ત્રણ કરોડ (ત્રણ અબજ) અડ્ડાસી કરોડ અને એંસી નૈયા થાય, તેમાં એકાશી હજાર ગાડાં ભરાય. નૈયામાં છાપ શ્રીજિનેશ્વરદેવની અને તેમના પિતાશ્રીની હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com