________________
મુકીને પણ શેઠ સાહેબોનું આહાન થતાં પ્રાયઃ શેઠ શ્રીમંતની આજ્ઞા ઉઠાવવા લેભ દશા કે તેવાં બીજા કારણોને લઈ) હાજર થવું પડે છે.
(૫) પ્રભુને નવ અંગે પૂજા કરવાનું કારણ
જલભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પૂજત, રૂષભ ચરણ અંગુઠડે, દાયક ભવ જળ અંત. ૧.
આ ભરતક્ષેત્રમાં ધર્મના નાયક શ્રી રૂષભદેવ ભગવાન આ અવસર્પિણીના સુષમ દુષમા નામના ત્રીજા આરાને છેડે સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી વિ મરૂદેવા માતાની કુક્ષીમાં ઉપન્યા (મધ્ય રાત્રે) પ્રભુનો જન્મ થયે.
પ્રભુ કલ્પવૃક્ષના અંકુરની જેમ સુખ પૂર્વક વૃદ્ધિ પામતા. દેએ આણેલા કલ્પવૃક્ષના ફળ અને ક્ષીર સમુદ્રના જલને આહાર કરતા, સુખપૂર્વક કાળ નિગમન કરતાં. એક વરસના થયા ત્યારે સૌધર્મેન્દ્ર પોતાને (કલ્પ) આચાર જાણી રિક્ત પાણું (ખાલી હાથે) હેટા પુરૂષ પાસે ન જવાય જેથી સેલડીન (સાઠે) લઈ, જ્યાં નાભિકુલકરના ખેળામાં પ્રભુ બેઠા છે ત્યાં આવ્યા. ઈન્દ્ર“મહારાજે સેલડી ખાશે” એમ પુછયું, ભગવાને પણ હાથ લાંબે કર્યો જેથી ઈવ્સની ઈછતા જાણ ઇક્વાકુ કુળ અને કાશ્યપગેત્રની સ્થાપના કરી. ત્યાર પછી છ લાખ પૂર્વ ગયા બાદ સુનંદા અને સુમંગલાની સાથે લગ્ન કરાવ્યું તેમાં વર સંબંધી કાર્ય સૌધર્મેન્દ્ર અને કન્યા પક્ષનું કાર્ય ઇન્દ્રાણી-દેવાંગનાઓએ કર્યું. ત્યારબાદ ચૌદલાખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com