________________
૬. દ્રવ્યશુદ્ધિ. શ્રી જિનપૂજા આદિમાં વપરાતું દ્રવ્ય ન્યાયથી મેળવેલું હોય તે ભાવની ખૂબ વૃદ્ધિ થાય છે અને પુણ્ય ઘણું બંધાય છે.
ભગવાનની પૂજા ત્રણ પ્રકારે (અંગ પૂજા અગ્રપૂજા અને ભાવપૂજા) કરવાની હોય છે. તેમાં અંગપજા. નીર્માલ્ય દર કરવા, અભિષેક કરે, અંગતું છણું, કેસરપૂજા, કુલપૂજા, આંગી વગેરે.
૨. અગ્રપૂજા. ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફળ, ચામર વજવા વગેરે. ભગવાનની આગળ રહીને કરવામાં આવે તે.
૩. ભાવપૂજા, સત્યવંદન, તેત્ર, વગેરે.
કેટલાકે પહેલાં ચીત્યવંદન કરી લે છે અને પછી પૂજા કરે છે. પણ આ રીતે થઈ શકે નહિં. વિધિ પ્રમાણે બધી ક્રિયા કરવામાં આવે, તે ફળ આપનાર બને છે. તે દરેક ભાવિક અમાએ પહેલા કેસર પૂજા કર્યા પછી કુલ પૂજા કરવી. ત્યાર પછી સાથિયે કાઢી ઉપર નિવેદ્ય, ફળ મુકવું અને ત્યાર પછી છેવટે ચૈત્યવંદન કરવું. પણ ઉલટ સુલટ પૂજા કરવી નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com