________________
પિતાને ત્યાં લઈ ગયે. વસ્તુપાલ આદિ સંઘને ભેંયરામાં લઈ ગયે. ત્યાં સુંદર પ્રાસાદ જેવું ગૃહમંદિર તથા અઢળક સંપત્તિ જોઈ સૌ આશ્ચર્ય પામ્યા. સૌએ દર્શન-વંદન કર્યા પછી ખીમાં શ્રાવકે વસ્તુપાળ મંત્રીને કહ્યું કે હું હવે વૃદ્ધ થઈ ગયે છું માટે આ પ્રભુ પ્રતિમાને શ્રી શત્રુંજય ગિરિવર ઉપર પધારાવવા સાથે લઈ જાઓ. મંદિર માટે મેં છેડી રકમ કાઢી રાખી છે.” મંત્રી આ સાંભળી આશ્ચર્ય ચકિત થઈ ગયા, પ્રતિમા સાથે લઈ જવા સંમત થયા.
ખીમાએ ફરીથી વિનંતિ કરી કે ટાઈમ થઈ ગયું છે. તે આપ સૌ મારે ત્યાં ભેજનને લાભ આપે, એમ કહી. એક બારણું ઉઘાડ્યું તે ત્યાં ભેંયરામાં અનેક પ્રકારની રસોઈ તૈયાર રાખી હતી. આ ચમત્કાર જોઈ મંત્રીશ્વરના આશ્ચર્યને પાર રહ્યો નહિ, સંઘ સહિત વસ્તુપાલે ત્યાં ભજન કર્યું. એમાં શ્રાવકની ઈચ્છા પૂર્ણ કરી. અને ખીમાશ્રાવકને સંઘમાં સાથે લઈ યાત્રા કરી, ખીમા શ્રાવકને ઉદ્દેશ પૂર્ણ થયે, ધન્ય છે આવા શ્રાવકને અને સંઘપતિએને વસ્તુપાલે શ્રી સિદ્ધગિરિજીની બાર વખત સંઘ કાઢીને યાત્રા કરી હતી. તેરમી વખતે યાત્રા કરવા નીકળ્યા હતા. ત્યાં રસ્તામાં અંકેવાલિઆ પાસે મરણ પામ્યા હતા તેમને, અગ્નિ સંસ્કાર શ્રી શત્રુંજયની છાયામાં કરવામાં આવે
હતો.
• છ– સંવત ૧૩૧૬ માં શેઠ જગડુશાએ ભદ્રેશ્વરથી શ્રી સિદ્ધગિરિજીને સંઘ કાઢયો હતે.
૮- સંવત ૧૩૨૦ માં શેઠ પડશાહે માંડવગઢથી શ્રી સિદ્ધગિરિજીને કે વિશાલ સંઘ કાઢ્યો હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com