________________
૭૩ ' સુરત, ખંભાત અને રાધનપુરના જિનમંદિરોના કબજે ભોગવટાને ખરીતે શેઠ શાંતિદાસના નામને કરી આપે
શાંતિદાસ શેઠની કાર્યદક્ષતા જોઈને ખુશ થયેલા બાદશાહે સંવત ૧૭૧૩માં પાલીતાણું બક્ષીસ આપીને આદશાહી મહેર સાથે સનંદ કરી આપી હતી. એ સનંદ શાહજહાના પુત્ર મુરાદબક્ષે તથા તે પછી ઔરંગઝેબે પણ શાંતિદાસ શેડના પુત્ર લક્ષ્મીદાસ શેઠને તાજી કરી આપી હતી.
આ સનંદે આજે પણ મોજુદ છે. ૧૪-શ્રી સિદ્ધગિરિજીના મહિમાથી પ્રેરાઈને પુરાતન કાળથી નજીકના તેમજ દૂર દૂરના ગામમાંથી અનેક પુણ્યવાનેએ છરી પાળતા મોટા મોટા સંઘ કાઢીને શ્રી સિદ્ધગિરીજીએ પુણ્યાત્માના હાવા લીધા છે. આ પ્રણાલી અત્યારના સમયમાં પણ ચાલુ છે. આવા દિલ સંઘમાં સં–ર૦૧૫માં પૂજ્યપાદ સિદ્ધાંતમહોદધિ તપગચ્છાધિરાજ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની પુણ્ય નિશ્રામાં મારવાડના ચડવાલા ગામેથી શેઠ ચેલાજી વનાજી વાળાઓએ સંઘ કાઢ્યો હતો તે પણ એક નોંધપાત્ર હતું અને હમણાં હમણાં તે ટ્રેઈને દ્વારા પણ અનેક ભાગ્યશાળીઓ અનેકને સાથે લાવીને શ્રી તીર્થાધિરાજની યાત્રા કરી કૃતાર્થતા અનુભવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com