________________
- ૮૨ ઝાડે પિસાબ પણ કરે નહિં. ઝાડ, પેસાબ, થુંક લીટ વગેરે અશુચી નાંખવાથી મહાન આશાતના થાય છે. બહેનેએ પિતાના ઋતુકાળના નજીકના દિવસે એ ખાસ સંભાળ રાખવી કે જેથી ગિરિરાજની આશાતના થઈ ન જાય. શ્રી ગિરિરાજના કાંકરે કાંકરેથી અનંતાઅનંત મેલે ગયેલા છે. કોઈ એવી ખાલી જગ્યા નથી કે જ્યાંથી મોક્ષે ગયેલા ન હોય.
૭. કેટલાક રામપાળની બારી પાસે, તથા ઘેટીના પપલા છે ત્યાં પસાબ, ઝાડે જાય છે, તે તેથી મહાન આશાતના લાગે છે, માટે ખાસ ઉપગ રાખે. હાજત થતી હોય તે એક કુંડી કે વાસણમાં નીચેથી રેતી ભરીને લઈ જવી. જરૂર પડે તેમાં શંકા ટાળી તે વાસણ નીચે લાવી તેમાની રેતી કાઢી નાખવી. આથી આશાતનાના પાપથી અચી જવાશે.
૮. ગિરિરાજ ઉપર ચઢતા કે ઉતરતા કઈ પણે ખાવું જોઈએ નહિ. તેમજ બીડી વગેરે પીવી નહિ.
૯, શક્તિ હોય ત્યાં સુધી ડેળીમાં બેસવું નહિં. ચાલીને જ ચઢવું. ડળીમાં બેસવાથી ડેળીવાળા જે ગિરિરાજ ઉપર બીડી પીએ, ખાય, ઝાડે, પેસાબ જાય તેનું પાપ ડળીમાં બેસનારને લાગે છે.
૧૦. પૂજા વગેરે કરતા અંગશુદ્ધિ વસ્ત્રશુદ્ધિ અને મનશુદ્ધિ અવશ્ય રાખવી તથા દહેરાસર અંગેની સઘળી વિધિ સાચવવી, (જેનું વર્ણન આગળ આપવામાં આવ્યું છે.)
૧૧ ભગવાનના દર્શન કે પૂજા કરતા બીજાને અંતરાય ન થાય તેના ખ્યાલ રાખવો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com