________________
૭૫
મોટર માર્ગો (૧) અમદાવાદથી પાલીતાણાની મેટર સર્વિસ ચાલુ થયેલી છે.
(૨) કાઠીયાવાડમાં ઘણા ગામમાંથી પાલીતાણાની મેટર સર્વિસ ચાલે છે.
એરપ્લેન માગ ભારતના કેઈ પણ વિમાનઘરથી ભાવનગર આવી મેટર કે રેલ્વે માર્ગે પાલીતાણુ અવાય છે.
શ્રી શત્રુંજય ગિરિવર ચારે બાજુએથી ઘણે દૂરથી દષ્ટિગોચર થાય છે. દૂરથી ગિરિરાજ વિશાળકાય હાથી ઉપર અંબાડી ગોઠવેલી હોય તેવું દેખાય છે. નવ કોના મંદિરો એ અંબાડી જેવા લાગે છે. અને ગિરિરાજ હાથીના આકારવાળો લાગે છે.
સ્ટેશનથી ધર્મશાળાએ આવવા માટે ઘડાગાડી, બળદગાડી મળી શકે છે. ગિરિરાજની યાત્રાએ આવનારે બને ત્યાં સુધી વાહનને ઉપયોગ કર્યા સિવાય સ્ટેશનથી ધર્મશાળાએ આવવું અને ધર્મશાળાએથી ચાલીને તળેટી થઈ ગિરિરાજ ઉપર ચઢવું જોઈએ. - પાલીતાણા ગામની અંદર સુંદર બે જિનમંદિરે આવેલા છે. એક શ્રી ગોડીજી પાર્શ્વનાથસ્વામીનું અને બીજુ શ્રી આદીશ્વર ભગવાનનું બે માળવાળુ; એક ત્રીજુ જિનમંદિર શ્રી શાંતિનાથ ભગવાનનું કાપડ બજારમાં છે. જે યતિના કબજામાં હોવાથી આપણે ત્યાં જતા નથી. એક દિગમ્બર જૈન મંદિર પણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com