________________
૭૮ છે. તથા સોસાયટીમાં એક સુંદર આલિશાન જિનમંદિર પણ બંધાવેલું છે.
પાઠશાલાઓ ૧. શ્રી હેમચંદ્રાચાર્ય પાઠશાળા; ૨. શ્રી સૂક્ષ્મતત્વ ધ પ્રકરણાદિ પાઠશાળા. ૩. શ્રી હરિબાઈ સંસ્કૃત-પાકૃત પાઠશાળા, ૪. વીરબાઈ પાઠશાળા, ૫. નીતિસૂરીશ્વરજી જૈન પાઠશાળા, ૬. શ્રી બાબુબુદ્ધિસિંહજી જન પાઠશાળા વગેરે સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકાઓને ભણવા માટે ચાલે છે.
સંસ્થાઓ- આ સિવાય શ્રી યશોવિજયજી જન ગુરુકુલ, શ્રી સિદ્ધક્ષેત્ર જન બાલાશ્રમ, શ્રી સિદ્ધક્ષેત્ર જન શ્રાવિકાશ્રમ, જિનદત્ત સૂરિ બ્રહ્મચર્યાશ્રમ, જન સેવા સમાજ, આયંબીલ ભવન, જિન ભેજનશાળા, શેઠ આણંદજી કલ્યાણજી જન ઔષધાલય, શ્રેયસ્કર મંડળનું ઔષધાલય, પૂજ્ય ગુરુદેવ આચાર્ય મહારાજ શ્રી મદ્વિજય જંબુસૂરીશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદથી, શ્રી ચતુર્વિધ સંઘની વૈયાવચ્ચ માટે સ્થાપયેલ શ્રી સિદ્ધક્ષેત્ર જૈન ફી ઓષધાલય, ગૌરક્ષા, જૈન શ્રેયસ્કર મંડળ, શ્રી લબ્ધિસૂરીશ્વરજી જન સેવા સમાજ, દવાખાનાઓ, પુસ્તક ભંડારે, લાયબ્રેરીઓ, વગેરે અનેક સંસ્થાએ આ મહાન તીર્થ ક્ષેત્રમાં ફાલીલી રહેલી છે.
શહેરમાં પગલાં ૧. જામવાળીના દરવાજા બહાર ગેડીજીનાં પગલાં છે.
૨. રણશી દેવશીની ધર્મશાળા પાછળ સરોવરના કાંઠે પગલાં સાથે દેરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com