________________
ઉદ્ધાર કરેલો છે. ભવિષ્યકાળમાં શ્રી પદ્મનાભ પ્રમુખ અસંખ્ય તીર્થકરો આ ગિરિરાજ ઉપર સમવસરશે. વર્તમાન ચોવીસમાં એક શ્રી નેમિનાથ ભગવંત સિવાય –વિસે શ્રી તીર્થકર ભગવંતે આ ગિરિવર ઉપર સમવસરેલા છે.
શ્રી અષભદેવ ભગવંત જે આ અવસર્પિણમાં પ્રથમ તીર્થકર થયેલા છે, તેઓએ કેવળજ્ઞાન અને કેવળ દર્શનથી અનંત લાભ જાણી નવ્વાણું પૂર્વવાર (૭૦પ૬૦૦૦૦૦૦૦૦૦ સીત્તેર લાખ કોડ છપ્પન હજાર કોડ, આટલીવારને એક પૂર્વ કહેવાય આવા નવાણું વાર એટલે ૬૯૮૫૪૪૦૦૦૦૦૦૦૦૦૦ આટલીવાર) આ ગિરિરાજ ઉપર સમવસર્યા છે. પ્રાયઃ કરીને ફાગણ સુદ ૮ના દિવસે પધાર્યા હતા અને રાયણવૃક્ષ નીચે સમવસર્યા હતા.
શ્રી રાષભદેવ ભગવાન થયા, તે પહેલા અઢાર કેડેને કેડે ગુણુએ તેટલા સાગરેપમ (અસંખ્ય વર્ષનું એક પલ્યોપમ. અને દશ કેડને એક કેડે ગુણીએ તેટલા પત્યેપમનું એક સાગરોપમ થાય છે) જેટલા દીર્ઘકાલ સુધી ધર્મ હતું નહિ. કેમકે તેટલા વખત સુધી ભરતક્ષેત્રમાં યુગલિક કાળ પ્રવર્તતે હતા.
- જ્યારે શ્રી કષભદેવ ભગવાન થયા ત્યારે તેમના મુખથી શ્રી શત્રુંજય તીર્થનું મહાસ્ય સાંભળી સૌધર્મ ઈન્દ્રના આદેશથી પ્રભુના પુત્ર ભરત મહારાજાએ શ્રી સંઘપતિનું તિલક કરાવી, પિતાની સઘળી ત્રાદ્ધિ સાથે શ્રી નાભીગણધરની નિશ્રામાં સંઘ લઈ શ્રી સિદ્ધિગિરિજી ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com