________________
આજે જે મૂર્તિ પ્રતિષ્ઠિત છે, તે કરમાશાએ બેસાડેલી છે. દર વરસે વૈશાખ વદ ૬ ના દિવસે વરસગાંઠ ઉજવાય છે.
આ અવસર્પિણમાં છેલ્લે ઉદ્ધાર શ્રી દુપસહસૂરિના ઉપદેશથી વિમલવાહન રાજા કરાવશે.
એકવીસ હજાર વર્ષના પાંચમાં આરાને છેડે આ ભરતક્ષેત્રમાં છેલ્લા શ્રી દુપસહસૂરિજી આચાર્ય શ્રી ફલ્યુશ્રીજી સાથ્વી, નાગિલ શ્રાવક, સત્યશ્રી શ્રાવિકા થશે. છેલ્લા વિમલવાહન રાજા શ્રી સિધ્ધગિરિજીની યાત્રા કરી ઉદ્ધાર કરાવશે. પાંચમા આરાના છેલ્લા દિવસે સવારે ચારિત્રને લય મધ્યા રાજધમાક્ષય, સાંજે અગ્નિને નાશ થશે. સિદ્ધગિરિજી માત્ર સાત હાથના પ્રમાણવાળ રહેશે. પછી એકવીસ હજાર વર્ષને છ આરે શરૂ થશે. પછી ઉત્સપિણું કાળમા પહેલા અને બીજા આરાના બેતાલીસ હજાર વર્ષ ગયા પછી ત્રીજા આરામાં શ્રી પદ્મનાભ પ્રભુના તીર્થમાં પૂર્વની જેમ શ્રી શત્રુંજય તીર્થને ઉદ્ધાર થશે. પદ્મનાભ પ્રભુની મૂતિ વિરાજમાન થશે અને રાયણવૃક્ષ ઉગશે. વૃદ્ધિ પામતે પામતે આ ગિરિવર પાછે એશી જિનના વિરતારવાળો થશે. આ ગિરિરાજ જિનેશ્વર ભગવંતની જેમ ઉદય પામી કીર્તન, દર્શન અને સ્પર્શનથી અનંતા આત્માઓને તારક બનશે, આ ગિરિવરને સદાકાળ અમારા ત્રિકાળ વંદન હજો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com