________________
જેનું નામ સાંભળતાં (યા સંભારતાં) જળ, અગ્નિ સમુદ્ર, રણ, વન, સિંહ હાથી, વિષ અને વિષધર આદિના દુષ્ટભય દૂર થઈ જાય છે તે શત્રુંજય મહાતીર્થ જયવંત વત ! ૩૭
આચાર્ય શ્રી ભદ્રબાહસ્વામિએ રચેલા ક૫ થકી, શ્રી શત્રુંજય તીર્થનું મહાભ્ય શ્રી વાસ્વામીજી મહારાજે ઉદ્ધર્યું. અને શ્રી પાદલિપ્ત સૂરિએ તેને સંક્ષેપ્યું છે! ૩૮
તે શ્ર શત્રુંજય (મહા) કલ્પ–સ્તવ ગુરુ પરંપરાથી જેમ સાંભળ્યો તેમ જ મેં કહ્યો છે. ઉક્ત સ્તવને ભાવથી ભણનાર, સાંભળનાર અને સંભારનાર ભવ્યને તેના પ્રભાવે દ્રવ્ય-ભાવશત્રુને જય કરવાનું સામર્થ્ય શીધ્ર સંપ્રાપ્ત થાઓ ! ૩૯
(૧૧) તીર્થયાત્રાના પ્રભાવ જે તારે એ તીર્થ કહેવાય. નદી ઉતરવાના સ્થાનને દ્રવ્યતીર્થ કહેવાય છે, જયારે સંસારસમુદ્રથી પાર કરાવનારને ભાવતીર્થ કહેવાય છે.
જ્યાં શ્રી તીર્થકર ભગવંતના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન મક્ષ થયું હોય, તથા જ્યાં જ્યાં તેઓના પવિત્ર પાદસ્પશથી ભૂમિ પાવન થઈ હોય; આ બધા સ્થાને આત્માને સંસાર સમુદ્રથી પાર કરાવનાર હોવાથી તે તે સ્થળોએ સુંદર ચૈત્યો, ચરણ પાદુકા બનાવવામાં આવે છે. આ ભાવતીર્થ–કહેવાય છે. વ્યવહારમાં આ સ્થાવર તીર્થની જ મુખ્યતા ગણાય છે, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા અને જિનપ્રવચન એ જગમ તીર્થ કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com