________________
અને લેપ તૈયાર કરી પગે લગાડી આકાશમાં ઊડવા પ્રયત્ન કરતાં થોડે ઊંચે જઈ નીચે પટકાઈ પડ્યો, શરીરે થોડી ઈજા થઈ આચાર્યશ્રીને ખબર પડતાં કારણ પૂછ્યું. ત્યારે નાગાજુને સત્ય હકીકત જણાવી. આચાર્ય મહારાજે કહ્યું કે, “આ તૈયાર થયેલી ઔષધીઓ પાણીમાં નહિ, પણ ચોખાના ધાવણમાં ભેગી કરવાથી આકાશમાં ઊડી શકાશે.”
આ ઉપકારના બદલામાં નાગાર્જુન એગીએ શ્રી સિદ્ધગિરિજીની તળેટીમાં પાદલિપ્તપુર નામનું નગર વસાવ્યું. તે ધીમે ધીમે આબાદીને પામ્યું. કેટલાક સમય સુધી સારામાં સારી જાહોજહાલી રહી.
વિક્રમના દશમા સિકામાં પડતી આવી, ગામ તૂટતાં મારવાડના ખેડગઢ ગામેથી ગોહિલ જાતિના રજપૂત રાજાએ આવીને કેટલેક ભાગ ન વસાવીને રહ્યા. તે પણ કેટલાક કાળે ભાંગ્યું. એટલે તેનાથી થોડે દૂર નવું વસાવ્યું. તે પણ ભાંગતાં ફરીથી પાલીતાણા નામથી વસ્યું જે હાલ વિદ્યમાન છે.
(૧૫) અને કેએ કરેલી તીર્થયાત્રા સંબંધી
જાણવા જોગ ૧. ચરમતીર્થપતિ શ્રી મહાવીર સ્વામીજી ભગવંતના પરમ ઉપાસક શ્રી શ્રેણક મહારાજાએ શ્રી શત્રુંજયગિરિવર ઉપર જુદા જુદા શિખર ઉપર જિનાલય બંધાવ્યાં હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com