________________
દેરાસરમાં લાંબા પગ કરીને, ભગવાનને પુંઠ કરીને કે જેમ તેમ બેસવું ન જોઈએ ૮૪ આશાતનાઓમાંથી કેઈ આશાતના ન લાગે તેમ વર્તવું જોઈએ.
સ્ત્રીઓએ અત્કાલમાં ભગવાનની પૂજા કે દર્શન કરવા ન જોઈએ તથા આશાતના થઈ ન જાય તેને ખાસ ખ્યાલ રાખવે.
(૧૪) પાલીતાણું શહેર શ્રી શત્રુંજયગિરિવરની શિતળ છાયામાં પાલીતાણું શહેર હાલમાં હીન્દી સરકારની હકુમત નીચે છે. મહાગુજ. રાતનું રાજ્ય થતા સૌરાષ્ટ્ર એ મહાગુજરાતમાં ભેગુ થતાં શ્રી શત્રુંજય તીર્થ એ મહાગુજરાતનાં ભૂષણરૂપ ગણાય છે. પાલીતાણાનું પ્રાચીન નામ પાટલીપુર છે. તેનું નામ કેમ પડ્યું અને નગર કેણે વસાવ્યું તેની ટુંક હકીકત નીચે પ્રમાણે છે.
વીર સંવત ૩૭૦ ના અરસામાં મહાચમત્કારિક શાસનપ્રભાવક સિદ્ધપુરુષ શ્રી પાદલિપ્તસૂરીશ્વરજી મહારાજ વિચરતા હતા. ગુરુએ અર્પણ કરેલ એકસો આઠ ઔષધિઓને લેપ પગને તળિયે લગાડી તેઓશ્રી આકાશમાં ગમન કરતા અને નિત્ય તીર્થ વંદના કરીને જ આહાર વાપરતા, બીજી પણ અનેક પ્રકારની સિદ્ધિઓ તેઓશ્રી પાસે હતી.
પવિદ્યા શિખવા માટે નાગાર્જુન નામને એક ગી પૂજ્ય આચાર્યશ્રી પાસે આવ્યા. સેવા કરતાં તેણે લેપના ધાવણમાંથી સઘળી ઔષધીઓ સૂધી સૂંઘીને જાણી લીધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com