________________
જશેખકે ફરવા માટે હવા માટે તીર્થો જવાથી યાત્રાને. કેઈ લાભ પ્રાપ્ત થતું નથી, પણ તીર્થ આશાતના આદિને ઘાર કર્મબંધ થાય છે, માટે યાત્રા કર્મની નિર્જરાને જ હેતુ પૂર્વક કરવી જોઈએ.
૪ વાજિંત્ર વાદન- પિતાની ભૂમિકાને ગ્ય પ્રભુ આગળ ગીત વાજિંત્રના નાદ પૂર્વક ભક્તિ કરવી જોઈએ.
સ્તુતિ સ્તવન વગેરે મધુર સ્વરે અને બીજાને વ્યાઘાત ન થાય તે રીતે બેલવા ખાસ ઉપયોગ કરે જાઈએ. બીજા સુંદર રીતે બેલતા હોય તે તે સાંભળવાથી પણ આપણને લાભ થાય છે. તેમનું સ્તવન વગેરે પૂર્ણ થાય ત્યારે આપણે બેલવું, આમાં પરમાત્માની વિશેષ ભક્તિ રહેલી છે. - જે વાજિંત્ર વગાડતા હોઈએ તે તેને તાલ અને લય પૂર્વક વગાડવું જોઈએ જેથી બીજાની ભાવનામાં વૃદ્ધિ થાય, હર્ષોલ્લાસ વધે.
સ્તુતિ સ્તોત્ર- પ્રભુની આગળ સ્તોત્ર, સ્તવને કે જેમાં પ્રભુના ગુણગાન હોય, પ્રાર્થના હોય કે આત્માની નિંદા હોય. તેવા બેલવા જોઈએ. પ્રભુભક્તિ પિવાય તથા તેવા સ્તવને બેલવા જોઈએ.
૬ નાટક- પ્રભુની આગળ સ્તોત્ર નૃત્ય કરવું, દાંડીયા વા, ચામર લઈ નાચવું, વગેરેથી પિતાને પણ ઘણે આનંદ આવે છે અને જેનારાઓના ચિત્ત પણ ઘણા પ્રફુલ્લિત બને છે.
નૃત્ય-દાંડીયા વગેરે સ્ત્રીઓએ સ્ત્રીની સભામાં–માત્ર સ્ત્રીઓ હોય ત્યાંજ લેવા, પણ જ્યાં પુરુષ હોય ત્યાં લેવા ચોગ્ય નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com