________________
૫ પાદ વિહારી ઘેરથી યાત્રા કરવા નિકળે ત્યારથી ગાડી, મટર, રેલ્વે, જોડા આદિ કોઈ જાતને ઉપગનહિ. કરતા ખુલ્લા પગે ચાલીને યાત્રા કરવી જોઈએ.
પગે ચાલીને યાત્રા કરવામાં, રસ્તે આવતા મંદિરે વગેરેના દર્શનને લાભ મળે છે. શરીર નિરોગી રહે છે. સાધર્મિકભતિ વગેરે લાભ મળે છે, ત્યાંના સંઘે સ્થિર થઈ જાય છે, વગેરે લાભે ચાલીને સંઘ યાત્રા કરવામાં રહેલા છે.
૬ સભ્યત્વધારી- જૈનશાસન પામેલા પ્રત્યેક આત્મા એએ, રાગદ્વેષથી રહિત સર્વજ્ઞ પરમાત્મા એજ દેવ, કંચન કામિનીના ત્યાગી નિર્ગથ સાધુ એજ ગુરુ અને જિનેશ્વર ભગવતેએ બતાવેલા ધર્મ પ્રત્યે જ શ્રદ્ધા રાખવી જોઈએ. જે દેવ ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા ન હોય તે કરેલી સઘળી કિયા નિષ્ફળ થાય છે.
યાત્રા કરનારે જેમ ઉપરની છરીનું આચરણ કરવાનું છે. તેમ નીચેના છ ક પણ અવશ્ય કરવા જોઈએ.
૧ દાન શક્તિ મુજબ દાન કરવું જોઈએ. ૨ તપ , તપ કરે જોઈએ.
૩ દેહવિભૂષા-તીર્થભૂમિમાં પિતાની ભૂમિકા મુજબને ઉચિત વેશ પહેરવો જોઈએ. ઉદભટ વેશ પહેરવો ન જોઈએ. આજે વર્તમાનમાં તીર્થ યાત્રાના પ્રસંગમાં પણ જે સિનેમા-નાટકના નટનટીનું અનુકરણ થઈ રહેલું છે, તે ખરેખર અધઃપતનનો માર્ગ લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com