________________
સમીપે જણાવી તે શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંત વોં ! ૩૦
જાવડશાએ કરાવેલા ચૈત્ય ઉદ્ધાર સમયે શ્રી અજિતનાથ સ્વામીના ચૈત્ય સમીપે જ્યાં અનુપમ સરોવર નિર્માણ કરવામાં આવેલું છે, તે શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંત વોં ૩૧
જ્યાં કલકીરાજના પુત્રને પુત્ર મેઘષરાજા મરૂદેવી માતાના શ્રી શાંતિનાથના મંદિરને ઉદ્ધાર કરશે, તે શ્રી શત્રુંજય મહાતીર્થ જયવન્ત વોં ! ૩૨
દુષસહસૂરિના ઉપદેશથી વિમલવાહન રાજા જેને છેલ્લે ઉદ્ધાર કરાવશે, તે શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંત વર્તે ! ૩૩
જ્યારે તીર્થનું માન બીલકુલ ઘટી જશે અર્થાત પ્રમાણમાં તે બહુજ અલ્પ રહેશે અને વર્તમાન વીરશાસનને પણ વિચ્છેદ થશે ત્યારે પણ ભાવિ પદ્મનાભ પ્રભુના શાસન સુધી જેનું રિષભકૂટ તે દેવાદિકથી) પૂજાતું જ રહેશે, તે શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંત વર્તો ! ૩૪
જેમાં નિવાસ કરતા તિર્યંચ પણ પાયઃ પાપરહિત છતા સદ્ગતિ પામે છે, એ શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંત વતી ! ૩૫
જે તીર્થના ક૫નું નિરંતર વ્યાખ્યાન, ધ્યાન, શ્રવણ કે સ્મરણ કરવાથી ત્રીજે ભવે મોક્ષ થાય છે, તે શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંત વહેં ! ૩૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com