________________
જે રાષભનાથ ભગવાનના વારે આઠ જન ઉંચે, પચાસ એજન મૂળમાં દશ અને રોજન ઉપરના ભાગે વિસ્તીર્ણ હિતે, તે વિમલગિરિરાજ જયવંત વર્તે. ૭
જ્યાં ઋષભસેન પ્રમુખ અસંખ્ય તીર્થકરે સમવસર્યા છે અને શ્રી સિદ્ધશેલ ઉપર સિદ્ધ થયેલ છે, તે વિમલગિરિરાજ. જયવંત વર્તે. ૮.
શ્રી પદ્મનાભ પ્રમુખ ભાવિ તીર્થકરે જ્યાં આવી સમવસરશે જેથી તેનું સિદ્ધક્ષેત્ર નામ મશહૂર છે, એવા શ્રી વિમલગિરિરાજ ૯
વળી જ્યાં શ્રી નેમિનાથ ભગવાન વિના રાષભદેવથી માંડી વર્ધમાન પ્રભુ પર્યત ૨૩ તીર્થકર વર્તમાન કાળમાં સમવસર્યા છે, તે શ્રી વિમલ ગિરિરાજ ૧૦
જ્યાં ભરત ચક્રવતીએ કરાવેલું ૨૨ જિનાલય સહિત શ્રી રાષભદેવ ભગવાનનું ચિત્ય મણિમય, સુવર્ણમય, અને રૂપામય, પ્રતિમાઓથી અલંકૃત છે, એ શ્રી વિમલ૦ ૧૧
વળી જ્યાં બાહુબલીજીએ શ્રી મરુદેવી માતાનું મંદિર રમણિય અને સમવસરણ યુક્ત કરાવેલ છે, તે શ્રી વિમલ ગિરિરારાજ જયવંત વર્તા! ૧૨
આ અવસર્પિણ કાળમાં જ્યાં સહુથી પ્રથમ ભરત ચક્રવતીના પહેલા પુત્ર અને પ્રથમ તીર્થંકર ભગવાનના પ્રથમ ગણધર મહારાજ શ્રી પુંડરીકસ્વામી સિદ્ધિ પદને પામ્યા, તે વિમલગિરિરાજ - ૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com