________________
એટલે સમરસિંહે તુરત પૂજ્ય આચાર્ય ભગવંત પાસે જઈ જ્યાં સુધી તીર્થોધ્ધાર પૂર્ણ ન થાય ત્યાં સુધીના કેટલાક અભિગ્રહ લીધા.
શત્રુંજય તીર્થને ઉદ્ધાર કરે એ મહાજખમી કાર્યું હતું. કેમકે બાદશાહને જે આ વાતની ખબર પડે તે મહાન આપત્તિ આવી પડે તેમ હતું. તેથી સમરાશાહે સુબા અલપખાનની સહાય અને ફરમાન મેળવી, પછી ગુરુમહારાજને વાત કરી ત્યારે પૂજ્ય આચાર્યદેવે કહ્યું કે “તારૂ ભાગ્ય ચઢીઆનું છે, કેમકે મૂર્તિના દ્વેષી એવા અલપખાને તીર્થોદ્ધારની રજા આપી.”
ત્યાર પછી સંઘની અનુજ્ઞા મેળવી સમરાશાહે ત્રિસંગપુરના શિવભક્ત મહિપાલ રાજાને ખુશ કરી શ્રી આદીશ્વર ભગવાનની નવિ મૂર્તિ માટે ખાણમાંથી સુંદર આરસ કાઢવાની રજા મેળવી, બે ત્રણ મોટા આરસ ડાઘવાળા નીકળવાથી માણસ અત્યંત ખિન્ન થયા એટલે સમરાશાહ અઠ્ઠમ તપ કર્યો. અધિષ્ઠાયકે કહેલા ભાગમાંથી બદતા સુંદર સ્ફટીક જેવો આરસ નીકળે. પછી તે આરસ શત્રુંજય લાવવામાં આવ્યા તેને ઉપર ચઢાવતા છ દવસ લાગ્યા હતા. પછી તેમાંથી બુદ્ધિમાન શીલ્પીઓ દ્વારા સુંદર પ્રતિમાનું નિર્માણ કરાવ્યું.
જિર્ણોદ્ધાર પૂર્ણ થતા પ્રતિષ્ઠા માટે ગામોગામના સંઘ ઉપર આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.
પછી સમરાશાને સંઘપતિનું તિલક કરવામાં આવ્યું. પિષ સુદ૭ના પાટણથી સંઘનું પ્રયાણ થયુ. સંઘમા અનેક ગચ્છના અનેક આચાર્યો, પ્રદસ્થ મુનિઓ, આગેવાન શ્રાવક-શ્રાવિકાઓ આદિ હજારોની સંખ્યા હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com