________________
તે વખતે એક ભીમા નામને વણિયે જે માત્ર છ રૂપીયોનું મુડીનું ઘી લઈને ત્યાં આવ્યું હતું, તે ઘી બાહડનાં સૈન્યમાં વેચતાં તેને એક રૂપીયાથી અધિક નફે થયું. પછી એક રૂપિયાના પુપ લઈ પ્રભુની પૂજા કરી, તે ભીમે શ્રાવક તંબૂના બારણુ સુધી તે આબે, પણ જાડાં અને જરા મલીન કપડાં હોવાથી છડીદાર અંદર પ્રવેશ કરવા દેતું નથી. જેથી ઊંચનીચે થઈ રહેલ છે.
જેની દષ્ટિ ચારે બાજુ ફરે છે એવા બાહડ મંત્રીની દ્રષ્ટિ બારણા તરફ ગઈ જતાં જાણ્યું કે આને અંદર આવવું છે પરંતુ પિળીઆના કવાથી આવી શકતું નથી. દ્વારપાળને હુકમ કર્યો કે તેને અંદર પ્રવેશ કરાવ. જેથી તે ભીમા કુડલીઆને અંદર દાખલ થવા દીધો. સભામાં આવેલા તે પિતાની સ્થિતિને અનુસાર તેમજ બીજે સ્થળે માર્ગ નહિ દેખાવાથી એક બાજુ પ્રથમ આવેલાઓના જોડા પાસે બેઠે. આ વખતે ઉદાર દિલના મંત્ર સ્વરે પિતાની પાસે ગાદી ઉપર બેસવા કહ્યું પણ મનમાં સંકેચાતે જોઈ તેને હાથ પકડી મંત્રીશ્વરે જાતે જાડાં અને ઝાંખા કપડા વાળા ભીમા કુડલીયાને પિતાની પાસે મખમલના તકીયાએ ગોઠવેલાં છે એવી રેશમી ગાદી ઉપર બેસાડે છે. સભામાં બેલે ભીમ કુડલીઓ ત્યાં આવેલા સ્વામીભાઈમાંના કેઈ પાંચ તે કઈ દશ તે કઈ પચ્ચીસ, પચ્ચાસ હજાર ભરાવતા જોઈ અનુમોદના કરતે વિચારે છે કે ધન્ય છે આ મહાનુભાને કે મહાન તીર્થના ઉધ્ધારમાં દ્રવ્યને વ્યય કરી અસાર એવી લક્ષ્મીવડે સાર એવા લાભને ઉપાર્જન કરે છે. સાચી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com